Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સ્થળેથી ખાદ્ય ચીજો ખરીદતા પહેલા વિચારજો:ગોકુલનો કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ, હનુરામની દાલ કચોરી ચાટ ખાવાલાયક નહીં, ખોરાક શાખાની તપાસમાં ખુલાસો

    8 hours ago

    વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા વેપારીઓ ઉપર વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉનાળાની શરૂઆત થતા વિવિધ સ્થળોએથી વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ પૈકી 8 જેટલા નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કેરીના રસથી માંડી લોટ જેવી સામગ્રીનો પણ સમાવેશ થાય છે. 8 એકમોમાં સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન શહેરના ફતેગંજ, લક્ષ્મીપુરા રોડ, ભાયલી, માંજલપુર, ડભોઈ-વાઘોડીયા રિંગ રોડ, હાથીખાના, છાણી રોડ અને મકરપુરા જેવા મહત્વના વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કુલ 8 જેટલા એકમો, જેમાં 3 રિટેલર, 3 રેસ્ટોરન્ટ, 1 રિટેલર-ડિસ્ટ્રીબ્યુટર-હોલસેલર અને 1 ઉત્પાદક પેઢીનો સમાવેશ થાય છે, ત્યાં સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ નમૂનાઓ નિરીક્ષણ માટે મોકલાયા આ તપાસ ઝુંબેશ દરમિયાન અધિકારીઓ દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર શંકા જણાતા વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. લેવામાં આવેલા કુલ 8 શંકાસ્પદ નમૂનાઓમાં કેસર રસ, વેનીલા આઇસ્ક્રીમ, લોટ (આટા), તૈયાર સેવ ટામેટાનું શાક, એસ.પી. રંગોલી શ્રીખંડ, ડ્રાય મંચુરિયન, હળદર-મીઠાવાળા ચણા અને દાલ કચોરી ચાટનો સમાવેશ થતો હતો. આ તમામ નમૂનાઓને ચોકસાઈપૂર્વક સીલ કરી પૃથ્થકરણ માટે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. લેબોરેટરીના વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જે પરિણામો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે, કારણ કે લેવામાં આવેલા તમામ 8 નમૂનાઓ ધોરણો મુજબના ન જણાતા તેને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. 8માંથી 6 સબ સ્ટાન્ડર્ડ, 2 અનસેફ પબ્લિક હેલ્થ લેબોરેટરીના અહેવાલ મુજબ, આ 8 નમૂનાઓ પૈકી 6 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના માલૂમ પડ્યા છે, જ્યારે 2 નમૂનાઓને અનસેફ એટલે કે આરોગ્ય માટે જોખમી જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગંભીર બેદરકારી બદલ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો અને પેઢીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની આ આક્રમક કામગીરીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા એકમો પર આ પ્રકારની તપાસ ચાલુ રાખવાની વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે, જેથી શહેરીજનોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે. કયા નમૂનાઓ નાપાસ થયા? 1. ગોકુલ રસ એન્ડ ડેરી પ્રોડક્ટસ - કારેલીબાગ - કેસર રસ - સબ સ્ટાન્ડર્ડ 2. જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ - ફતેગંજ - વેનીલા આઈસ્ક્રીમ - સબ સ્ટાન્ડર્ડ 3. ગોપાલ પ્રોવિઝન સ્ટોર - લક્ષ્મીપુરા રોડ - આટા - સબ સ્ટાન્ડર્ડ 4. સત્યનારાયણ કાઠીયાવાડી - ભાયલી - સેવ ટોમેટો - સબ સ્ટાન્ડર્ડ 5. ક્રિશા એન્ટરપ્રાઇઝ - ભાયલી રોડ - એસ.પી. રંગોલી શ્રીખંડ - સબ સ્ટાન્ડર્ડ 6. ડેડીઝ ઝોન પીઝા - માંજલપુર - ડ્રાય મંચુરિયન - સબ સ્ટાન્ડર્ડ 7. હનુમાન રોસ્ટેડ પીઠેક આહાર - છાણી રોડ - દળદળ મીઠાવાળા ચણા - અસલામત 8. હનુરામ ફુડ્સ પ્રા.લી. - જીઆઇડીસી, મકરપુરા - દાલ કચોરી ચાટ - અસલામત
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહીની માંગ:સુરત જેવો સપાટો બોલાવવા કલેક્ટરને આવેદનપત્ર
    Next Article
    Man Creates Ex-Lover's Tinder Profile, Asked Men To Rape Her. 18 Turned Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment