Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રીની ધરપકડ:પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    9 hours ago

    રાજકોટના ઉમીયા ચોક પાસે આવેલ ન્યુ આકાશદીપ સોસાયટી શેરી નં.2માં રહેતા રાજેશગીરી દયાળગીરી ગોસ્વામી (ઉ.વ.42) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશગીરી મિસ્ત્રી કામ કરતા હતા અને તેમને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેમની પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધા હોય જેથી રાજેશગીરી આઘાતમાં રહેતા હતા જેના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 20 દિવસ પહેલા થયેલ ગુનાનો ભેદ ઉકેલ્યો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમીના આધારે 20 દીવસ પહેલા આમ્રપાલી પાસે, ચુડાસમા પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.29200ના મુદામાલની ચોરી થયાના બનાવનો ભેદ ઉકેલી તસ્કર બચુભાઈ ઉર્ફે જાડો રામુ સાડમીયા (ઉ.વ.50) અને તેની પુત્રી સપના બચુ ઉર્ફે જાડો રામુ સાડમીયા (ઉ.વ.25)ને જામનગર રોડ, પથીકાશ્રમ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી ચાંદીની લકી અને વીંટી તથા રોકડ મળી રૂ.12700નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલ સપના પ્રાથમિક જોતા માનસીક અસ્થીર હોય તેવું સામે આવ્યું છે જેનો ગેરલાભ લઈ તેનો પિતા તેને ચોરી કરવાં માટે અલગ અલગ ઘરમાં મોકલતો હતો. ઉલ્લેખનીય છે કે, તસ્કર બચુ વિરુદ્ધ શહેર તેમજ આસપાસના જિલ્લાઓમાં ચોરીના અનેક ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખારનો હુમલો રાજકોટના પુનિતનગર વિસ્તારમાં આવેલ બજરંગવાડીમાં રહેતી મીનાબેન જગદીશભાઈ જાદવ (ઉ.વ.43) ગઈકાલે રાત્રીના 10.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી ત્યારે નિતીન ભાનુશાળી નામના શખ્સે ખુરશી વડે માર માર્યો હતો. પરિણીતાને હાથમાં ફેક્ચર થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મીનાબેન જાદવના પતિ જગદીશભાઈ જાદવે હુમલાખોર નિતીન ભાનુશાળી પાસેથી સ્કુટર ઉપર 10 ટકાના વ્યાજે 50,000 લીધા હતાં. જે 50,000 ચુકવી દીધા બાદ નિતીન ભાનુશાળી વ્યાજના રૂપિયા 20000ની ઉઘરાણી કરી જગદીશ જાદવ પાછળ છરી લઈને દોડયો હતો દરમિયાન પતિને છોડાવવા મિનાબેન વચ્ચે પડતાં નિતીન ભાનુશાળીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇ ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધાના ઘરે કામ કરતા નોકરે કબાટમાંથી રૂપિયા 40 હજારની ચોરી કરી રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં એક વિશ્વાસુ નોકરે જ પોતાની વૃદ્ધ માલિકણ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાયકવાડી શેરી નંબર 5માં રહેતા 83 વર્ષીય વૃદ્ધા મંજુલાબેન અનિરુદ્ધભાઈ શુક્લએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરે છેલ્લા એક વર્ષથી ઘરકામ માટે આવતા જગદીશ ઉર્ફે જગો સુંદરજીભાઈ લુવાણાએ તેમના કબાટમાંથી રાખેલા રોકડા રૂ.40,000ની ચોરી કરી છે. આરોપી જગદીશ દર મહિને રૂ.2,000ના પગારથી કચરા-પોતા અને અન્ય પરચુરણ કામ કરતો હતો અને ઘરની તમામ બાબતોથી વાકેફ હતો. ઉલ્લેખનીય છે કે મંજુલાબેને નોકર જગદીશની પૂછપરછ કરી, ત્યારે તેણે કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂર હોવાથી કબાટમાંથી રૂ.40,000 કાઢીને વાપરી નાખ્યા છે. સગવડ થતા પૈસા પરત કરી દેશે, પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતા આખરે મંજુલાબેને કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. હાલ પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આઉટસોર્સિંગ કર્મચારીઓના શોષણ મુદ્દે મઝદૂર સંઘ મેદાને:નવા લેબર કોડની અમલવારી કરવા માંગ, અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નકારી:મૃત વ્યક્તિના ખોટા વારસદાર ઉભા કર્યા, બનાવટી દસ્તાવેજોથી જમીન પોતાના નામે કરવાની પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment