Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઉટસોર્સિંગ કર્મચારીઓના શોષણ મુદ્દે મઝદૂર સંઘ મેદાને:નવા લેબર કોડની અમલવારી કરવા માંગ, અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    7 hours ago

    રાજ્યભરમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં આજે ભારતીય મઝદૂર સંઘ દ્વારા ભાવનગર અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓને પૂરતું વેતન ન મળવું, કામના વધુ કલાકો અને PF-ESI જેવા મૂળભૂત લાભોથી વંચિત રાખવા જેવા મુદ્દે સંઘે સરકારનું ધ્યાન દોર્યું છે. કર્મચારીઓની મુખ્ય સમસ્યાઓ અને માંગણીઓ તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પ્રદેશ કારોબારીના નિર્ણય અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. આ અંતર્ગત ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા મઝદૂર સંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે, કર્મચારીઓ પાસે 12 કલાક કામ કરાવીને માત્ર 8 કલાકનો જ પગાર આપવામાં આવે છે. લઘુતમ વેતન ધારા મુજબ પગાર મળતો નથી, તેમજ ESI, PF, ગ્રેચ્યુટી અને મેડિકલ સહાય જેવા હક્કોથી કર્મચારીઓને વંચિત રાખવામાં આવે છે. એપ્રિલ 2026થી અમલી બનેલા ચાર નવા લેબર કોડની તાત્કાલિક અને અસરકારક અમલવારી કરવામાં આવે જેથી દરેક કર્મચારીને કાયદેસરના લાભ મળી શકે. આંદોલનની ચીમકી ઉચ્ચારી ભારતીય મઝદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ મંડલીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં હજીરા અને નોઈડા ખાતે કામદારોના શોષણને કારણે ૨૦ થી ૨૫ હજાર કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોટી અશાંતિ સર્જાઈ હતી. ગુજરાતમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને કામદારોમાં વ્યાપેલો અસંતોષ હિંસક રૂપ ન લે, તે માટે સરકારે આ મામલે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    New Myanmar snake species puzzles scientists with its shifting looks
    Next Article
    રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રીની ધરપકડ:પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment