Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નકારી:મૃત વ્યક્તિના ખોટા વારસદાર ઉભા કર્યા, બનાવટી દસ્તાવેજોથી જમીન પોતાના નામે કરવાની પોલીસ ફરિયાદ

    10 hours ago

    વર્ષ 2022માં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને દશરથ પટેલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જે મુજબ આરોપીઓએ કાવતરું ઘડીને વર્ષ 1982-83માં એક મૃત વ્યક્તિના ખોટા વારસદાર ઉભા કરી, જમીનના બનાવટી દસ્તાવેજો બનાવીને જમીન પોતાના નામે કરાવી લીધી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દશરથ પટેલની જામીન અરજી આ કેસમાં દશરથ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેના વતી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ માત્ર જમીનના ખરીદનાર છે, બનાવટી દસ્તાવેજોમાં તેમની ક્યાંય સહી નથી. FIR બનાવના 39 વર્ષ પછી મોડી દાખલ કરવામાં આવી છે. અરજદાર 67 વર્ષના વરિષ્ઠ નાગરિક છે અને વિવિધ બીમારીઓથી પીડાય છે. સહ આરોપીને જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. અરજદાર આ સમગ્ર કાવતરાના મુખ્ય લાભાર્થી સામે સરકારી વકીલે દલીલો કરી હતી કે, અરજદાર આ સમગ્ર કાવતરાના મુખ્ય લાભાર્થી છે. તેમણે તપાસમાં અવરોધ ઊભો કર્યો છે અને ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા, છેવટે રાજસ્થાનના નાથદ્વારાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફરિયાદીને ધાક-ધમકી આપીને કેસમાં પતાવટ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. સાક્ષીઓને ધમકાવી શકે તેવી પૂરી શક્યતા કોર્ટે અરજદારની જામીન અરજી નકારતા નોંધ્યું હતું કે ગુનો ગંભીર છે અને તેમાં અરજદારની સક્રિય ભૂમિકા જણાઈ આવે છે. અરજદારનો ભૂતકાળનો ગુનાહિત ઈતિહાસ જોતા અને તેઓ તપાસ દરમિયાન નાસતા ફરતા હોવાથી, જામીન આપવા યોગ્ય નથી. તપાસ હજુ ચાલુ છે અને જો અરજદારને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે અથવા સાક્ષીઓને ધમકાવી શકે તેવી પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા પિતા-પુત્રીની ધરપકડ:પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
    Next Article
    Gujarat Rains LIVE | કરા સાથે ભયાનક વરસાદ | Saurashtra | Uttar Gujarat | Kutch | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment