Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ હાઈકોર્ટે ફાઈવ-સ્ટાર હોટલની અરજી ફગાવી:દમણની ‘ધ ડેલ્ટિન’માં સ્લોટ મશીન-કેસિનોને મંજૂરી નહીં

    11 hours ago

    મુંબઈ હાઈકોર્ટે દમણની પ્રખ્યાત ફાઈવ-સ્ટાર હોટલ 'ધ ડેલ્ટિન'માં સ્લોટ મશીન અને ઇલેક્ટ્રોનિક ગેમ્સ ચલાવવાની મંજૂરી માગતી ડેલ્ટા કોર્પ લિમિટેડની અરજી ફગાવી દીધી છે. 29 એપ્રિલ, 2026ના રોજ આપવામાં આવેલા આ મહત્વપૂર્ણ ચુકાદાએ દમણમાં કેસિનો સંબંધિત કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. કાયદાકીય જોગવાઈઓનો અભાવ ડેલ્ટા કોર્પ લિમિટેડે પોતાની અરજીમાંગોવા પબ્લિક ગેમ્બલિંગ (એમેન્ડમેન્ટ) એક્ટ, 1992ની કલમ 13-Aનો સંદર્ભ આપ્યો હતો. આ કલમ હેઠળ ફાઈવ-સ્ટાર હોટલોમાં સ્લોટ મશીન ચલાવવાની છૂટ આપવાની જોગવાઈ છે. જોકે, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ સુધારો દમણ અને દીવ માટે ક્યારેય અમલમાં આવ્યો જ નથી. કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવા માટે કોઈ સત્તાવાર તારીખ કે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ન હોવાથી કંપનીનો આ દાવો ટકી શક્યો નહોતો. સ્લોટ મશીન ચલાવવું ગેરકાયદેસર કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે વર્તમાન કાયદાકીય માળખા મુજબ દમણ અને દીવમાં સ્લોટ મશીન ચલાવવું ગેરકાયદેસર છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે. દમણ-દીવ પ્રશાસને વર્ષ 2014માં આ વિષય અંગેનું અગાઉનું જાહેરનામું પાછું ખેંચી લીધું હતું. આ બાબત સૂચવે છે કે સ્થાનિક વહીવટીતંત્ર આવી ગેમિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માગતું નથી. પિટિશન નામંજૂર હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્રવર્તમાન કાયદાની વિરુદ્ધ જઈને લાયસન્સ આપવાનો કોઈ કાયદાકીય આધાર નથી. પરિણામે, ડેલ્ટા કોર્પની પિટિશનને નામંજૂર કરવામાં આવી છે. કાયદાના નિષ્ણાતોના મતે આ ચુકાદાથી દમણમાં કેસિનો ઉદ્યોગના વિસ્તરણની ભવિષ્યની યોજનાઓને મોટો ફટકો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ:નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ બોટ અને અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરાયું
    Next Article
    રાજ્યમાં 14 લાખથી વધુ લોકો નશાના બંધાણી:AAPના પ્રદેશ યુવા મોરચા પ્રમુખનો સરકાર પર આકરા પ્રહારો, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment