Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ:નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ બોટ અને અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરાયું

    12 hours ago

    ​આતંકવાદી ઘટનાઓ અટકાવવા ત્યારબાદ સામાન્ય જણાતી પરિસ્થિતિમાં સુરક્ષામાં જરા પણ ચૂક ન રહી જાય તે હેતુથી વલસાડ પોલીસ સતર્ક બની છે. ગત રોજ જિલ્લાના નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમો દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ​શાંતિના સમયમાં સુરક્ષા વધુ જરૂરી ​કોઈ આતંકવાદી ઘટના બને ત્યારે અને તેના તુરંત બાદનો હાઈ એલર્ટનો સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે. જોકે, આ બંને સમયગાળા કરતા પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ જ્યારે પરિસ્થિતિ નોર્મલ બને ત્યારનો હોય છે. જો આ સામાન્ય જણાતા સમયમાં પૂરતી તકેદારી રાખવામાં આવે, તો ભવિષ્યની મોટી કટોકટીઓને ટાળી શકાય છે. આ જ બાબતને ધ્યાને રાખીને દરિયાઈ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ​ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ​આ સ્પેશિયલ પેટ્રોલીંગ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એ. એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. જેમાં મરીન સેક્ટર કમાન્ડર એસ. જે. પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક એ. એમ. કુગસીયાના નેતૃત્વમાં મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો જોડાઈ હતી. ​તપાસમાં શું આવરી લેવાયું? ​નાની ભાગળથી મોટી ભાગળ: સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ. ​શંકાસ્પદ બોટ: દરિયામાં અવરજવર કરતી કે લાંગરેલી શંકાસ્પદ બોટની તપાસ. ​શંકાસ્પદ ઈસમો: વિસ્તારમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ. ​અવાવરુ જગ્યાઓ: ડુંગરાળ કે અવાવરુ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ. ​આ ઓપરેશનમાં PSI એસ. એસ. પઠાણ અને PSI કે. સી. પટેલ સહિતના મરીન કમાન્ડોએ ખડેપગે રહીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો:ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો
    Next Article
    મુંબઈ હાઈકોર્ટે ફાઈવ-સ્ટાર હોટલની અરજી ફગાવી:દમણની ‘ધ ડેલ્ટિન’માં સ્લોટ મશીન-કેસિનોને મંજૂરી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment