Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો:ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સાંજ પડતા જ આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતાં સમગ્ર વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ઇડર, વડાલી અને હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓના કારણે રસ્તાઓ અને હાઈવે પર વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ વાહનચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. પવનની તીવ્રતા એટલી વધુ હતી કે કેટલાક વિસ્તારોમાં નાના સામાન ઉડી ગયા હતા. રોડ પર તરબૂચ વેચતા વેપારીઓના મંડપ પણ પવનમાં ઉડી જતાં તેમને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અચાનક બદલાયેલા વાતાવરણના કારણે જનજીવન પર સીધી અસર પડી હતી. લોકોને ધૂળ અને પવનથી બચવા માટે આશરો લેવાની ફરજ પડી હતી.
    Click here to Read More
    Previous Article
    મમતાએ કહ્યું- રાજીનામું નહીં આપું, જનાદેશથી નહીં અમે ષડયંત્રથી હાર્યા:ચૂંટણી પંચ વિલન, ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી; કોલકાતામાં BJP કાર્યકરની હત્યા
    Next Article
    વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ:નાની ભાગળથી મોટી ભાગળ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ બોટ અને અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment