Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 14 લાખથી વધુ લોકો નશાના બંધાણી:AAPના પ્રદેશ યુવા મોરચા પ્રમુખનો સરકાર પર આકરા પ્રહારો, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

    10 hours ago

    આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ગુજરાતમાં નશાના વધતા પ્રભાવને લઈને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં નશીલા પદાર્થોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમણે વિધાનસભાના આંકડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતમાં 14 લાખથી વધુ લોકો નશાના બંધાણી બન્યા છે, જેમાં અંદાજે 12 લાખ પુરુષો અને 2 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ રાજ્યના યુવાનો માટે ગંભીર ચેતવણીરૂપ છે. દર મહિને 700 લોકોની સારવાર માટે લાઇન તેમણે ખાસ કરીને અમદાવાદના રિહેબિલિટેશન સેન્ટરોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ખાનગી અને સરકારી બંને પ્રકારના કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દર મહિને આશરે 600થી 700 લોકો સારવાર માટે લાઇનમાં ઉભા રહે છે. આ માત્ર અમદાવાદની સ્થિતિ છે, જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા શહેરોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, જે રાજ્યવ્યાપી સમસ્યાને દર્શાવે છે. મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 3,162 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે અને માત્ર એક વર્ષમાં 260 કરોડ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ પકડાયો છે. તેમ છતાં, મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે મુન્દ્રા, હજીરા, પોરબંદર અને પિપાવાવ જેવા પોર્ટ્સ ડ્રગ્સના પ્રવેશ માટે મુખ્ય માર્ગ બની ગયા છે, જેના કારણે ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે અનુકૂળ સ્થળ બની રહ્યું છે. મોટા માથાઓ સામે કાર્યવાહી થતી નથી AAP નેતાએ આરોપ લગાવ્યો કે ડ્રગ્સ પકડવાના કેસોમાં નાના લોકો પકડાય છે, પરંતુ મોટા માથાઓ સામે કાર્યવાહી થતી નથી, જેનાથી ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કેટલાક રાજકીય તત્વોની સંડોવણી અંગે શંકા ઊભી થાય છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને દારૂનો વેપાર થઈ રહ્યો છે અને તેમાં મોટી રકમનો હિસ્સો ભ્રષ્ટાચાર તરફ જઈ રહ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ આ પરિસ્થિતિ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબદાર ઠેરવતા સોલંકીએ તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યના યુવાનો નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ નશાનો વેપાર વધી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર મુદ્દો છે. AAPએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે કડક અને અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો પાર્ટી ગાંધીજીના માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે. જરૂર પડશે તો વધુ આક્રમક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ હાઈકોર્ટે ફાઈવ-સ્ટાર હોટલની અરજી ફગાવી:દમણની ‘ધ ડેલ્ટિન’માં સ્લોટ મશીન-કેસિનોને મંજૂરી નહીં
    Next Article
    લગ્નના ચાર દિવસ પહેલા જ મંગેતરે સબંધની ના પાડી દીધી:લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment