Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા ભાઈના બર્થ-ડે પર નાના ભાઈનું ડૂબી જવાથી મોત:સંત સરોવર પાસે સાબરમતી નદીમાં પાંચ મિત્રો ન્હાવા પડ્યા હતા, કલોલનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ; ચારનો બચાવ

    10 hours ago

    જન્મદિવસની ઉજવણી નિમિતે બે સગાભાઈ સહિત પાંચ મિત્રો કલોલથી ગાંધીનગરના સંત સરોવરની સહેલગાહે આવ્યા હતા. જ્યાં સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા બાદ એક યુવાનનું નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત નિપજ્યું હતું. જેની લાશને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલાકોની જહેમત પછી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાના પગલે ભાઈના જન્મ દિવસે જ નાનાભાઈનું મોત થતા ઉજવણી માતમમાં ફેરવાઈ હતી. બર્થ-ડે નિમિતે નદીમાં ન્હાવા પડ્યા હતા કલોલની વિજેતા સોસાયટીમાં રહેતા ઉજ્વલ સક્સેનાનો જન્મદિવસ હોવાથી, તે તેના નાના ભાઈ ધવલ (24 વર્ષ) અને અન્ય ત્રણ મિત્રો (આર્યન, નીલ અને મિતેશ) સાથે ગાંધીનગર ફરવા આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા અને ફોટોગ્રાફીના શોખ માટે પાંચેય મિત્રો ઇન્દ્રોડા થઈને સંત સરોવર પાસે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. ધવલ ઉંડા પાણીમાં ગરકાવ થયો નદીનું પાણી ઉપરથી છીછરું દેખાતું હોવાથી પાંચેય મિત્રો ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા. થોડીવાર પછી મિતેશ અને નીલ કિનારે જઈ ફોટોગ્રાફી કરવા લાગ્યા, જ્યારે ધવલ, ઉજ્વલ અને આર્યન નદીમાં એક ટેકરા તરફ આગળ વધ્યા. આ દરમિયાન ધવલ અચાનક નદીમાં રહેલા એક ઊંડા ખાડામાં ગરકાવ થવા લાગ્યો હતો. નાના ભાઈને બચાવી ન શક્યો મોટોભાઈ ધવલને ડૂબતો જોઈ તેનો મોટો ભાઈ ઉજ્વલ તેને બચાવવા દોડ્યો હતો. આ મથામણમાં ઉજ્વલનો પગ પણ લપસ્યો હતો અને તે પોતે ડૂબવા લાગ્યો હતો, પરંતુ મિત્ર આર્યને તેનો હાથ પકડીને તેને ખેંચી લીધો હતો. બંને મિત્રોએ ધવલને બચાવવા અને મદદ માટે બૂમો પાડી, પરંતુ કિનારે રહેલા અન્ય મિત્રો સુધી અવાજ પહોંચી શક્યો નહીં. આખરે ધવલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ સાંજ સુધીમાં ધવલની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે દિવસે મોટા ભાઈનો જન્મદિવસ હતો, તે જ દિવસે તેની નજર સામે નાના ભાઈનું મોત થતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. ગ્રામજનોનો આક્રોશ, ગેરકાયદે રેત ખનન જવાબદાર? આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સાબરમતી નદીમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર રેત ખનનને કારણે નદીના પટમાં જોખમી ઊંડા ખાડાઓ પડી ગયા છે. બહારથી આવતા સહેલાણીઓને પાણી છીછરું લાગે છે, પરંતુ આ જીવલેણ ખાડાઓ અજાણ્યા લોકો માટે કાળ સાબિત થાય છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હળવદ યાર્ડ પાસે અકસ્માત સર્જતા કારમાલિકનો ભાંડો ફૂટ્યો:બેંકના રિકવરી એજન્ટથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી, કાર ચાલકની બે અર્ટિકા સાથે ધરપકડ
    Next Article
    રેલવે ટ્રેક પર સિંહણ અને બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ:​જૂનાગઢ-વિસાવદર રેલવે લાઇન પર મધરાત્રે 3 સિંહણ અને 7 બચ્ચાનો જમાવડો: વન વિભાગની સતર્કતાથી ટ્રેન પસાર થાય તે પહેલા જ વન્યપ્રાણીઓનું સુરક્ષિત સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment