Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ યાર્ડ પાસે અકસ્માત સર્જતા કારમાલિકનો ભાંડો ફૂટ્યો:બેંકના રિકવરી એજન્ટથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી, કાર ચાલકની બે અર્ટિકા સાથે ધરપકડ

    11 hours ago

    હળવદ માર્કેટ યાર્ડ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માતની તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. બેંક લોનના હપ્તા બાકી હોવાથી રિકવરી એજન્ટના ડરથી પોતાની કાર પર અન્ય કારની ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા ચાલકની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત સર્જનાર આ શખ્સ વિરુદ્ધ હત્યાના ગુના ઉપરાંત બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટના શું હતી? હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિત કુડેચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ અરવિંદ કુડેચા (31) હળવદ માર્કેટ યાર્ડ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન GJ 03 PJ 7105 નંબરની એક અર્ટિકા કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે અરવિંદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. તપાસમાં ખુલ્યું ખોટી નંબર પ્લેટનું કૌભાંડ પોલીસે અકસ્માત સર્જનાર કારના નંબરના આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે, કાર રાજકોટના પરસોતમ મકવાણાના નામે છે. જોકે, પૂછપરછમાં સામે આવ્યું કે આ કાર તેમના સંબંધી બિપિન મલા રાઠોડ (રહે. લીલપર) વાપરે છે. જ્યારે પોલીસે બિપિનની અટકાયત કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસમાં ખૂલેલી હકીકત મુજબ: બિપિન પાસે બે અર્ટિકા કાર છે. એક કાર (GJ 36 AC 8580) પર બેંક લોનના હપ્તા ચડી ગયા હતા. રિકવરી એજન્ટો આ કાર ખેંચી ન જાય તે માટે બિપિન તેની બીજી અર્ટિકા કાર (GJ 03 PJ 7105)ની નંબર પ્લેટ લોનવાળી કાર પર લગાવીને ફરતો હતો. બનાવટી દસ્તાવેજોનો ગુનો દાખલ ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતી આ જ કારે હળવદમાં યુવકનો ભોગ લીધો હતો. અકસ્માત બાદ પોલીસે બિપિન રાઠોડની ધરપકડ કરી તેની બંને અર્ટિકા કાર જપ્ત કરી છે. હિતધારકો કે સત્તાવાળાઓને છેતરવા માટે નંબર પ્લેટ બદલવા બદલ પોલીસે આરોપી વિરુદ્ધ આકરી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View : બંગાળમાં SIRનું બ્રહ્માસ્ત્ર ચાલી ગયું:'નકલી' મતદારો ગાયબ થયા ને મમતાએ ગઢ ગુમાવ્યો; દીદીનો નવો ધડાકો, હું રાજીનામું નહીં આપું; બંગાળમાં હવે શું?
    Next Article
    મોટા ભાઈના બર્થ-ડે પર નાના ભાઈનું ડૂબી જવાથી મોત:સંત સરોવર પાસે સાબરમતી નદીમાં પાંચ મિત્રો ન્હાવા પડ્યા હતા, કલોલનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ; ચારનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment