Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે જો ઘરમાંથી બહાર નીકળ્યો તો તને જાનથી મારી નાખીશું':શેરીમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે શખ્સોનો યુવક પર છરીથી હુમલો, ગંગાજળિયા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ

    9 hours ago

    ભાવનગર શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં બપોરના સમયે શેરીમાં ક્રિકેટ રમી ઘોંઘાટ કરતા બે પડોશી ભાઈઓને ટોકવા બાબતે ઉશ્કેરાઈને તેઓએ એક યુવાન પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ હુમલા બાદ આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ભોગ બનનાર યુવાને ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શેરીમાં ક્રિકેટ રમવાની અને અવાજ કરવાની ના પાડી રૂવાપરી રોડ પર આવેલા કાગદીવાડ મરકજ મસ્જિદ પાસે રહેતા 37 વર્ષીય અદનાન મહંમદઅલી કાગદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પડોશમાં રહેતા અસ્જદખાન મુસ્તુફાખાન પઠાણ અને તેનો ભાઈ ઝૈદખાન પઠાણ અન્ય માણસોને એકઠા કરી બપોરે ગલીમાં ક્રિકેટ રમતા હતા. આ રમત દરમિયાન થતા ભારે ઘોંઘાટના કારણે અદનાને તેઓને શેરીમાં ક્રિકેટ રમવાની અને અવાજ કરવાની ના પાડી હતી. અદનાન પર છરી વડે હુમલો કરી દીધો આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા બંને ભાઈઓએ અદનાન સાથે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાટમાં આવીને તેઓએ અદનાન પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને શખ્સોએ જતા-જતા ધમકી આપી હતી કે 'હવે જો ઘરમાંથી બહાર નીકળ્યો તો તને જાનથી મારી નાખીશું.' આરોપી અસ્જદખાન અને ઝૈદખાન વિરુદ્ધ ગુનો દાખલ ઘટના બાદ ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે આરોપી અસ્જદખાન અને ઝૈદખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બગવાડા ટોલનાકા પાસે બકરા ભરેલી ટ્રક ઝડપાઈ:ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 65 બકરા, 5 શખસ સામે ગુનો નોંધાયો
    Next Article
    14 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી:ટ્યુશન જતા પીછો કરી બાઈક પર બેસાડી સાબરમતી રિવરફ્રન્ટ લઈ ગયો, દરિયાપુરમાં આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment