Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવાડા ટોલનાકા પાસે બકરા ભરેલી ટ્રક ઝડપાઈ:ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 65 બકરા, 5 શખસ સામે ગુનો નોંધાયો

    8 hours ago

    વલસાડના પારડી પોલીસ સ્ટેશન હેઠળના બગવાડા ટોલનાકા પાસેથી પોલીસે પશુ પ્રત્યેની ક્રૂરતા અટકાવી છે. બાતમીના આધારે, ગેરકાયદેસર રીતે અને પાસ-પરમિટ વગર 65 બકરાને ખીચોખીચ ભરીને મુંબઈ લઈ જતી એક ટાટા ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. આ મામલે ટ્રક ચાલક સહિત કુલ 5 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક (નંબર: GJ-24-X-1714) માં ગેરકાયદેસર રીતે બકરા ભરીને બગવાડા ટોલનાકા પાસેથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રકમાં પશુઓ માટે ઘાસ-ચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને પશુઓને ગૂંગળાઈ જાય તે રીતે ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹13.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹10,00,000/- ની કિંમતની ટાટા ટ્રક અને ₹3,25,000/- ની કિંમતના 65 બકરાનો સમાવેશ થાય છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ મુસ્તુફા સિપાહી (ચાલક, રહે. પાટણ), મનોજકુમાર ઈશ્વરભાઈ ઠાકોર (ક્લીનર, રહે. પાટણ), ફેજાનભાઈ હનીફભાઈ મકરાણી (રહે. ડીસા, બનાસકાંઠા), તવરેજ અબ્બાસઅલી ખાન (રહે. કુર્લા વેસ્ટ, મુંબઈ) અને નુરૂસલામ જાબીરભાઈ કુરેશી (રહે. ડીસા, બનાસકાંઠા) નો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે પશુઓને ક્રૂરતાપૂર્વક રાખવા, વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વગર હેરફેર કરવા તેમજ ગફલતભરી રીતે વાહન ચલાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281 તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પારડી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શહેરમાં ગરમી થોડી ઠંડી પડી, બુધવારે સવારે 8 વાગ્યે ધો.10નું પરિણામ
    Next Article
    'હવે જો ઘરમાંથી બહાર નીકળ્યો તો તને જાનથી મારી નાખીશું':શેરીમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે શખ્સોનો યુવક પર છરીથી હુમલો, ગંગાજળિયા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment