Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકે નોકરીએ રાખેલા યુવકનું મર્ડર કરી લાશ સગેવગે કરી!:સોનલધામ બીજ મુદ્દે ઝઘડા થતાં પથ્થર મારી પતાવી દીધો, ફળિયામાં લાશ સળગાવી અસ્થિને ભાદરમાં વહાવી દીધા

    4 days ago

    કુતિયાણાના ચૌટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ વર્ષ પૂર્વે 1 જાન્યુઆરીએ શિક્ષકે તેની દુકાનમાં કામ કરતા શખસને ધાર્મિક યાત્રા જવા મુદ્દે ઝઘડો થતા પતાવી દીધો હતો. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાના આશયથી લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ અસ્થિ અને રાખને ભાદર નદીમાં વહાવી દીધા હતા. આ વાત પરથી પડદો આરોપીની માતાએ વટાણા વેરી દેતા હટ્યો હતો. આરોપીની ગઈકાલે ધરપકડ કરી છે. પોલીસ કાર્ટમાં રિમાન્ડ મેળવશે. DySP ધવલ સુતરીયાએ જણાવ્યું હતું કે, પોલીસે સાયન્ટિફિક ટીમની હાજરીમાં આરોપીના ઘરે એક્સકેવેશન (ખોદકામ) હાથ ધર્યું હતું, જ્યાંથી મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે આરોપી માલદેભાઈની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. હાલ ગુનામાં વપરાયેલા વાહનને કબજે કરવાની અને સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે. આખો બનાવ શું છે? નરેન્દ્ર મેથાણીયા નામનો યુવાન 1 જાન્યુઆરી 2025ની રાત્રિથી રહસ્યમય રીતે ગુમ થયો હતો, જે અંગે 5 જાન્યુઆરી 2025ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ મૃતકના પિતા ગોવિંદભાઈ મેથાણીયાએ નોંધાવી હતી. મૃતક નરેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ચૌટા ગામે આરોપી શિક્ષક માલદે નંદાણીયા સાથે રહી તેની દુકાન સંભાળતો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ સુરાગ ન મળતા કેસ ગુંચવાયો હતો, પરંતુ પરિવારજનોએ માલદે પર શંકા વ્યક્ત કરતા તપાસની દિશા બદલાઈ હતી. આ દરમિયાન આરોપી માલદે પણ ફરાર થઈ જતા પોલીસની શંકા પ્રબળ બની હતી. માતાની પૂછપરછમાં ઘટસ્ફોટ પોલીસે તપાસ દરમિયાન આરોપીની માતા જાહિબેનની સઘન પૂછપરછ કરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું. 1 જાન્યુઆરી 2025ની રાત્રે માલદે અને નરેન્દ્ર વચ્ચે કોઈ બાબતે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષમાં નરેન્દ્ર નીચે પડી જતાં માલદેએ તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પુરાવા નષ્ટ કરવા કાવતરું હત્યા બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેણે મૃતદેહને પોતાના ઘરના ફળિયામાં જ લાકડાં અને પેટ્રોલની મદદથી સળગાવી દીધો હતો. પુરાવા પૂરેપૂરા નષ્ટ થાય તે માટે તેણે રાખ અને અસ્થિઓના ટુકડા એકઠા કરી ભાદર નદીમાં ફેંકી દીધા હતા. 4 મેના રોજ આરોપીની ધરપકડ પોલીસે FSL અને મેડિકલ ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 4 મે 2026ના રોજ ખાગેશ્રી ગામ પાસેથી આરોપી માલદે નંદાણીયાને દબોચી લીધો હતો. આરોપીએ પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે પુછપરછ કરતાં આરોપીએ કબૂલ્યું કે મઢડા સોનલધામ બીજ ફરવા જવા બાબતે બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ તેણે હત્યા કરી હતી. જ્યારે હત્યા બાદ શિક્ષક સ્કૂલમાં ન જતાં સરકારે તેને સસ્પેન્ડ પણ કરી દીધો હતો. જૂનાગઢ રેન્જ DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર SP ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે એક વર્ષ જૂના આટલા જટિલ કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કળિયુગી મા-બાપે લજવી માનવતા:માએ નવજાતને ત્યજ્યું, બાપે એક વર્ષના બાળકને મરવા છોડ્યું, સાયબર ગઠિયાઓના નિશાને સરકારી કચેરીઓ,કોટના બીચ પર નહાવા પડેલા 2 લોકોના મોત
    Next Article
    ગોધરામાં પ્રાકૃતિક ખેતીને વેગ:બામરોલી રોડ પર નવું કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment