Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પ્રાકૃતિક ખેતીને વેગ:બામરોલી રોડ પર નવું કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ

    4 days ago

    ગોધરા શહેરના બામરોલી રોડ પર વધુ એક પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોધરાની જનતાને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી આ કેન્દ્ર કાર્યરત કરાયું છે. આત્મા પ્રોજેક્ટ કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ પહેલ શક્ય બની છે. આ કેન્દ્ર પર બામરોલી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રામસિંગભાઈ અને તેમના સાથી ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરાયેલા શાકભાજીનું સીધું વેચાણ કરવામાં આવશે. હાલમાં રીંગણ, મરચા અને ટામેટા જેવી પેદાશો ઉપલબ્ધ છે, જ્યારે આગામી દિવસોમાં અન્ય ઋતુગત શાકભાજી પણ સામેલ કરવામાં આવશે. ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તંત્ર દ્વારા તેમને સ્ટેન્ડી સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. નોંધનીય છે કે ગોધરામાં અગાઉથી જ બે સ્થળોએ પ્રાકૃતિક પેદાશોનું સફળ વેચાણ થઈ રહ્યું છે. રેલ્વે સ્ટેશન ખાતે "વન સ્ટેશન વન પ્રોડક્ટ" યોજના હેઠળ નિયમિત સ્ટોલ કાર્યરત છે. જ્યારે કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સાપ્તાહિક ધોરણે શાકભાજી, ધાન્ય પાકો, ફળફળાદી અને હળદરનું વેચાણ કરવામાં આવે છે.આ કેન્દ્રોના માધ્યમથી ખેડૂતો સીધું વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે. બીજી તરફ, ગ્રાહકોને વ્યાજબી ભાવે ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહ્યો છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ગોધરા શહેરની જાહેર જનતાને પોતાના સ્વાસ્થ્યને જાળવવા અને રાસાયણિક ખેતીના જોખમોથી બચવા માટે આ પ્રાકૃતિક કૃષિ પેદાશોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષકે નોકરીએ રાખેલા યુવકનું મર્ડર કરી લાશ સગેવગે કરી!:સોનલધામ બીજ મુદ્દે ઝઘડા થતાં પથ્થર મારી પતાવી દીધો, ફળિયામાં લાશ સળગાવી અસ્થિને ભાદરમાં વહાવી દીધા
    Next Article
    15 વર્ષની સગીરા પર કારખાનેદારનું 9 મહિના સુધી દુષ્કર્મ:રાશન અપાવવાના બહાને અપહરણ, નશીલું પીણું પીવડાવી હોટેલમાં લઈ ગયો; સુરતમાં પરવેઝખાન સહિત બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment