Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી પકડ્યો

    5 days ago

    બનાસકાંઠા પોલીસે ગઢના કુંભલમેર ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં મૃતક મહિલા પોનરીબેન જોનાભાઈના પતિ જોનારામ ઉદાજી પરમારની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોનરીબેન (ઉંમર 37) ની હત્યાનો આરોપ તેમના પતિ પર છે. પોલીસ તપાસ મુજબ, આ ઘટના 1 મે, 2026ના રાત્રે 9 વાગ્યાથી 2 મે, 2026ના સવારે 6:30 વાગ્યા દરમિયાન બની હતી. આરોપી જોનારામ ઉદાજી પરમારે તેની પત્ની પોનરીબેન સાથે ઝઘડો કર્યા બાદ તેને ખાટલા પરથી નીચે પાડી દીધી હતી. આ દરમિયાન ગરદનના ભાગે કરોડરજ્જુનું હાડકું તૂટી જતાં પોનરીબેનનું મોત નીપજ્યું હતું. આરોપી જોનારામની પૂછપરછમાં સામે આવ્યું કે, તે છાપરાની બહાર જમી રહ્યો હતો ત્યારે રોટલી ખૂટી ગઈ હતી. તેણે બાજુમાં સૂતેલી પત્ની પોનરીબેનને રોટલી લાવવા કહ્યું. પત્નીએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને જોનારામે પત્ની સહિત ખાટલો ઊભો કરી દીધો, જેના કારણે પત્ની નીચે પટકાઈ અને તેને ગંભીર ઈજા થઈ. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી, પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો. આરોપી જોનારામ ઉદાજી પરમાર (ઉંમર 40) ને 4 મે, 2026ના રોજ રાજસ્થાનના લીંબજ, રેવદર, શિરોહી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    હડાદમાં જમીન વિવાદે કાકાએ ભત્રીજાની હત્યા કરી:કાકા નોપાભાઈએ ભત્રીજા કનાભાઈને ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો
    Next Article
    પાટણમાં નગરસેવક મહેન્દ્ર પટેલનું એક્ટિવ ગ્રુપ દ્વારા સન્માન:શહેરને સ્વચ્છ, સુંદર અને ઐતિહાસિક નગરી બનાવવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment