Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નગરસેવક મહેન્દ્ર પટેલનું એક્ટિવ ગ્રુપ દ્વારા સન્માન:શહેરને સ્વચ્છ, સુંદર અને ઐતિહાસિક નગરી બનાવવાની ખાતરી આપી

    5 days ago

    પાટણ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. તેઓ પાટણ શહેરની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી એક્ટિવ ગ્રુપ સંસ્થાના સક્રિય સભ્ય છે. આ સન્માન કાર્યક્રમ ગતરોજ ત્રણ દરવાજા સ્થિત એક્ટિવ ભવન ખાતે યોજાયો હતો. એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત વર્તમાન પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા મહેન્દ્રભાઈનું સન્માન કરાયું. તેમને શ્રીફળ, સાકર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, આગામી પાંચ વર્ષમાં પાટણ શહેરના વિકાસમાં નગરપાલિકાના નગરસેવક તરીકે પ્રશંસનીય કામગીરી થકી એક્ટિવ ગ્રુપ પાટણનું નામ રોશન કરવા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી. સન્માનનો પ્રત્યુત્તર આપતા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલે એક્ટિવ ગ્રુપના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે પાટણ શહેરને સાચા અર્થમાં સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની સાથે ઐતિહાસિક નગરીને શોભે તેવી ગરિમા ઉજાગર કરવા માટે તમામ પ્રકારની વિકાસલક્ષી કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી.
    Click here to Read More
    Previous Article
    પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી પકડ્યો
    Next Article
    West Bengal Election Result Update LIVE | ભાજપની આંધીમાં 'દીદી' ઉડી ગયા? | PM Modi | Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment