Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હડાદમાં જમીન વિવાદે કાકાએ ભત્રીજાની હત્યા કરી:કાકા નોપાભાઈએ ભત્રીજા કનાભાઈને ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો

    5 days ago

    હડાદ તાલુકામાં જમીન વિવાદને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાકાએ પોતાના ભત્રીજાની ધોકા મારી હત્યા કરી દીધી. તોરણીયા ગામના રહેવાસી નોપાભાઈ ફુલાભાઈ તરાલે પોતાના ભત્રીજા કનાભાઈ તરાલની હત્યા કરી હતી. આ ઘટના ગઈકાલે ગોર મેળા દરમિયાન બની હતી. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાવાસ કાંઠ ગામે ગોરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા દરમિયાન આરોપી કાકા નોપાભાઈએ જમીન વિવાદ બાબતે ભત્રીજા કનાભાઈ પર બેટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કનાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે હડાદ પોલીસે ગુનો નોંધી આરોપી નોપાભાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાનો લાઈવ વિડીયો પણ વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રધાનમંત્રી મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે:મંદિર સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા 5 દિવસીય કાર્યક્રમ
    Next Article
    પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment