Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રધાનમંત્રી મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે:મંદિર સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા 5 દિવસીય કાર્યક્રમ

    5 days ago

    સોમનાથ મંદિરની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 8 થી 12 મે દરમિયાન પાંચ દિવસીય વૈદિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે. આ કાર્યક્રમો અંતર્ગત 8 થી 11 મે દરમિયાન 125થી વધુ સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્ર યજ્ઞ યોજાશે. 9 થી 11 મે દરમિયાન મંદિર પરિસરમાં હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 11 મેના રોજ મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે. આ દિવસે વિવિધ પવિત્ર નદીઓના જળ સાથે કુંભાભિષેક વિધિ યોજાશે. પ્રધાનમંત્રીના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર જળાભિષેક કરવામાં આવે તેવી સંભાવના છે. આ વર્ષે સોમનાથના ઇતિહાસમાં દ્વિગુણ મહત્વ છે. મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાભિમાન પર્વ’ તરીકે વર્ષભર ઉજવણી ચાલી રહી છે. આ સાથે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવાને કારણે આ ઉજવણીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સમગ્ર આયોજનથી સોમનાથ ફરી એકવાર રાષ્ટ્રીય ધ્યાનના કેન્દ્રસ્થાને આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ સ્ટેશન પર નિઃશુલ્ક છાશ, પાણીનું વિતરણ:ભાવનગર મંડળ દ્વારા ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત અપાઈ
    Next Article
    હડાદમાં જમીન વિવાદે કાકાએ ભત્રીજાની હત્યા કરી:કાકા નોપાભાઈએ ભત્રીજા કનાભાઈને ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment