Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલમાં સગીરાએ આત્મહત્યા કરી:ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

    17 hours ago

    અમદાવાદ નારોલ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની ઘટના બનતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ નારોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નારોલમાં સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી ગઈકાલે સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ સગીરાએ નારોલ ગંગોત્રી નગર ન્યૂ ઉમંગ ફ્લેટમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આત્મહત્યાની ઘટના બનતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ જેથી પોલીસ પણ નારોલ ગંગોત્રી નગર ન્યૂ ઉમંગ ફ્લેટમાં પહોંચી ગઈ હતી. જ્યાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીરાએ પોતાના ઘરે પંખા સાથે સાથે દોરી બાંધી અંતિમ પગલું ભર્યું હતું. સગીરાની નારોલ રંગોલી નગર વિસ્તારમાં શક્તિ વિદ્યાલયમા અભ્યાસ કરતી હતી. જોકે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે પરિવારની પૂછપરછ પણ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઘરનું ઘર વસાવવાની છેલ્લી તક:મનપાની આવાસ યોજનાનાં માત્ર રૂ. 2 લાખના 1-BHK ફ્લેટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, 3063 ફોર્મ ભરાયા
    Next Article
    SMVS હોસ્પિટલે ગાંધીનગરમાં વોકાથોન યોજી:'જર્મ્સ'ને કેદ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment