Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઘરનું ઘર વસાવવાની છેલ્લી તક:મનપાની આવાસ યોજનાનાં માત્ર રૂ. 2 લાખના 1-BHK ફ્લેટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, 3063 ફોર્મ ભરાયા

    16 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે એક વિશેષ તક પૂરી પાડવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટના વિવિધ પ્રાઇમ લોકેશન પર આવેલા ખાલી પડેલા અને રિનોવેટ કરવામાં આવેલા કુલ 1080 આવાસ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ કાર્યરત છે. જે નાગરિકો હજુ સુધી ફોર્મ ભરી શક્યા નથી, તેમના માટે આવતીકાલે એટલે કે તારીખ 6મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીની છેલ્લી તક છે. યોજના હેઠળ માત્ર રૂ. 2 લાખમાં આધુનિક સુવિધાઓ ધરાવતા ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ કેટેગરીના ફ્લેટ માટે કુલ 1935 અરજી મળી ચુકી છે. ગાર્ડન, આંગણવાડી, ચિલ્ડ્રન પ્લે એરિયા અને વિશાળ પાર્કિંગની સુવિધાઓ રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સંયુક્ત રીતે મુખ્યમંત્રી આવાસ યોજના, વડાપ્રધાન આવાસ યોજના, પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) અને ઇન-સી-ટુ જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે છે. આ તમામ પ્રોજેક્ટ્સમાં હાઈરાઈઝ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં રહેવાસીને માત્ર છત જ નહીં, પરંતુ ગાર્ડન, આંગણવાડી, ચિલ્ડ્રન પ્લે એરિયા અને વિશાળ પાર્કિંગ જેવી તમામ પાયાની અને આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના એવા નાગરિકોને ઘર આપવાનો છે જેમની પાસે પોતાનું આશરો નથી. સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે હાલમાં જે 1080 ફ્લેટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, તે એવા ફ્લેટ છે કે જેને અગાઉના ડ્રોમાં ફાળવવામાં આવ્યા હોવા છતાં વિજેતાઓએ કોઈ કારણોસર એલોટમેન્ટ લીધું ન હતું અથવા તો ખાલી પડ્યા હતા. મનપા દ્વારા આ તમામ ફ્લેટનું યોગ્ય રિનોવેશન કરીને તેને રહેવા લાયક બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ફરીથી તેનો ડ્રો કરવાનું આયોજન કરાયું છે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને લોકો ઘરે બેઠા જ અરજી કરી શકે. આવાસની કેટેગરી અને કિંમતની વિગતો પ્રાઇમ લોકેશન્સ અને આકર્ષણ આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તમામ આવાસો શહેરના પછાત વિસ્તારોમાં નહીં, પરંતુ ન્યુ રાજકોટના પ્રાઇમ લોકેશન પર આવેલા છે. 1BHK ના આવાસો મુખ્યત્વે રેલનગર અને કાલાવડ રોડ પર પ્રેમ મંદિર જેવા પોશ વિસ્તારોમાં સ્થિત છે. જ્યારે 2BHK અને 3BHK ના ફ્લેટ મવડી, કણકોટ, જડુસ સર્કલ પાસેના ભીમનગર અને 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી નજીક શિતલપાર્ક ચોક જેવા વિસ્તારોમાં આવેલા છે. આ વિસ્તારોમાં હાલમાં રિયલ એસ્ટેટના ભાવો ખૂબ ઊંચા છે, ત્યારે મનપા દ્વારા આટલા ઓછા દરે ઘર મળવું એ સામાન્ય જનતા માટે લોટરી સમાન છે. ઓનલાઇન પોર્ટલ પર આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી રિક્વેસ્ટ સ્વીકારાશે અત્યાર સુધીના આંકડા મુજબ, આ 1080 ફ્લેટ માટે રાજકોટના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મંગળવાર બપોર સુધીમાં 1935 ફોર્મ ઓનલાઇન ભરાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય કેટેગરીની વાત કરીએ તો તેમાં 2-BHKનાં 6 ફ્લેટ માટે 584 અને 3-BHKનાં 17 ફ્લેટ માટે 544 સહિત કુલ 3063 ફોર્મ ભરાઈ ચુક્યા છે. આવતીકાલે બુધવારે છેલ્લો દિવસ હોવાથી આ આંકડો હજુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ઓનલાઇન પોર્ટલ પર આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ લિંક બંધ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં કોમ્પ્યુટરાઈઝડ ડ્રોની તારીખ જાહેર કરવામાં આવશે મનપાના આવાસ વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ કોમ્પ્યુટરાઈઝડ ડ્રોની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે જે લોકો રાજકોટમાં પોતાનું ઘર વસાવવા માંગે છે તેમના માટે આવતીકાલનો દિવસ અને છેલ્લી તક છે. આ તક ચૂકી ન જાય તે માટે તંત્ર દ્વારા નાગરિકોને વહેલી તકે ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસની આ હરણફાળમાં ગરીબ અને મધ્યમ વર્ગ પણ સન્માનપૂર્વક રહી શકે તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણાવાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઘરેથી મહેંદી મૂકવા નીકળેલી યુવતીની હત્યા:ગળા પર વાયર વીંટેલો મળી આવ્યો, ભાઈએ રડતા રડતા કહ્યું- 'પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો મારી બહેન જીવતી હોત'
    Next Article
    નારોલમાં સગીરાએ આત્મહત્યા કરી:ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment