Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ઘરેથી મહેંદી મૂકવા નીકળેલી યુવતીની હત્યા:ગળા પર વાયર વીંટેલો મળી આવ્યો, ભાઈએ રડતા રડતા કહ્યું- 'પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો મારી બહેન જીવતી હોત'

    1 day ago

    સોમવારે વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હોય બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરિવારે તેનો સંપર્ક કરતા તેને થોડીવારમાં પરત આવવાની વાત કરી હતી. પરંતુ, પરત ન ફરતા પરિવારે ફરી સંપર્ક કર્યો તો તેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યો તો મૃતદેહ દિવ્યાનો નીકળતા ભાંગી પડ્યા હતા. મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસને અનેકવાર તપાસની માગ કરી હોવા છતા ફક્ત અરજી લઈ તપાસ કરવાની વાત કરી. જો પોલીસે તાત્કાલીક એકશન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત. મહેંદી મૂકવા જવાનું કહી દિવ્યા ઘરેથી નીકળી હતી દિવ્યા પરમારના ભાઈ અજય પરમારે જણાવ્યું હતું કે, ત્રણ તારીખે સવારે મારા બહેન મૂકવા ગયા હતા. બપોર સુધી નહીં આવ્યા તો મેં એમને કોલ કર્યો બપોરે કે "બહેન ક્યાં છે?" તો બોલ્યા કે "બસ એકાદ કલાકમાં, એક જ હાથ મૂકવાનો બાકી છે એ મૂકીને આવું છું. બાદમાં સાંજ સુધી પરત ન ફરતા ફરી ચાર-પાંચ કોલ કર્યા, એમને રીસીવ નહીં કર્યા એના પછી બહેનનો રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. બાદમાં પરત ન ફરતા મને શંકા જતા સત્તત કોલ કર્યા પરંતુ કોઈ રિપ્લાય ન આવ્યો બાદમાં અમે તેની શોધખોળ કરવા નીકળ્યા ના મોડી રાત સુધી કોઈ ખબર મળી ન હતી. બાદમાં અમે જેપી પોલીસ મથકમાં પોહચ્યા અને ફરિયાદ આપી હતી. બાદમાં અમે પોલીસ પાસે પાસેથી મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રીપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો અમને, લોકેશન ટ્રેક કરાવી દો. કેમ કે અમને શક ગયો, કેમ કે બહેને કોઈ વાર આવું કર્યું ન હોતું. આટલા બધા કોલ ગયા હોય ને મારા કોલનો રીપ્લાય ના આપ્યો હોય ત્યારે આ શંકા ઊભી થઈ હતી. સોમવારે મોડી સાંજે અંકોડિયા પાસેથી લાશ મળી આવી વડોદરા પોલીસને સોમવારે સાંજના સમયે અંકોડિયા નજીક ઝાડી ઝાંખરામાંથી 20 થી 25 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના ગળાના ભાગ પર વાયર વીંટેલો મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં ફોટો જોઈ પરિવાર હોસ્પિટલ દોડ્યો બહેનની શોધખોળ કરી રહેલા ભાઈ સહિતના પરિવારજનો ચિંતિત હતા. ત્યારે આજે સવારે સોશિયલ મીડિયા પર એક યુવતીની લાશ મળી હોવાની જાણ થતા તે હોસ્પિટલ તપાસ માટે પહોંચ્યો હતો. તપાસ કરતા લાશ તેની બહેન દિવ્યા પરમારની જ હોવાનું ખૂલતા ભાઈ સહિતના પરિવારજનો પડી ભાંગ્યા હતા. પોલીસે તાત્કાલીક મદદ કરી હોત તો મારી બહેન જીવતી હોત- અજય પરમાર અજય પરમારે વધુમાં જણાવ્યું હતું કે, મેં મારાથી બનતા બધા જ પ્રયાસ કર્યા છે, પણ પોલીસનો કોઈ જ સપોર્ટ મળ્યો નથી. તેમને ખાલી અરજી લઈ લીધી હતી અને 24 કલાક બાદ ફરિયાદ નોંધવાની વાત કરી હતી. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો અને એક છોકરા પર શંકા ગઈ ત્યારે પોલીસે કોઈ જ સપોર્ટ કર્યો નથી. અમે જ્યારે જ્યારે પોલીસને જણાવ્યું ત્યારે તે માત્ર અરજી લખી છે તેવું કહેતા રહ્યા. આ આપણી સંસ્કારી નગરી છે અને જે પોલીસ પર આપણે ભરોસો કરીએ છીએ તે જ આપણને અત્યારે દોડતા કરી દીધા છે. વધુમાં કહ્યું કે આ ઘટનામાં આ પોલીસની પૂરેપૂરી બેદરકારી છે.મર્ડર થયા પછી હવે એ શું શોધખોળ કરશે? જો પોલીસે મદદ કરી હોત તો આજે સો ટકા મારી બહેન અત્યારે જીવતી હોત. અમે 48 કલાકથી ભૂખ્યા તરસ્યા ભાગી રહ્યા છીએ કે તે ક્યાંકથી મળી જાય. દિવ્યા પરમાર ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી અને પાર્ટ ટાઈમ બ્યુટીપાર્લરનું કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી:7 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની શક્યતા; દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ
    Next Article
    રાજકોટમાં ઘરનું ઘર વસાવવાની છેલ્લી તક:મનપાની આવાસ યોજનાનાં માત્ર રૂ. 2 લાખના 1-BHK ફ્લેટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, 3063 ફોર્મ ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment