Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખ-દીપિકાનો બીચ પર રોમાન્સ:કેપ ટાઉનમાં સૂર્યાસ્તના સોનેરી કિરણો વચ્ચે ડાન્સનો વીડિયો લીક, 'કિંગ'માં ગ્લોબલ સ્ટાર એડ શીરનનું ગીત હોવાની ચર્ચા

    9 hours ago

    શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાલમાં તેમની આગામી ફિલ્મ 'કિંગ'ની શૂટિંગ માટે સાઉથ આફ્રિકામાં છે. તેવામાં કેપ ટાઉનના એક બીચ પરથી શાહરુખ અને દીપિકાનો એક ડાન્સ સીક્વન્સ શૂટ કરતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને સૂર્યાસ્ત સમયે દરિયા કિનારે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. સનસેટ અને બીચનું પરફેક્ટ કોમ્બિનેશન વીડિયોમાં શાહરુખ અને દીપિકા આછા રંગના બ્રીઝી આઉટફિટ્સ પહેરેલા છે. તેઓ એકબીજા તરફ આગળ વધતા તેમની કોરિયોગ્રાફી પૂરી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, બંનેએ આ ડાન્સ સ્ટેપને પરફેક્ટ બનાવવા માટે બે-ત્રણ વાર ટેક લીધા. જોકે, બીચનો તે ભાગ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, તેમ છતાં ત્યાં શાહરુખને જોવા માટે ભીડ હાજર રહી. એડ શીરનના ગીત પર ડાન્સની ચર્ચા શાહરુખ અને દીપિકા ગયા અઠવાડિયે જ શૂટિંગ શરૂ કરવા માટે સાઉથ આફ્રિકા પહોંચ્યાં હતાં. તેમણે આ શેડ્યૂલની શરૂઆત એક ગીતના શૂટિંગ સાથે કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગીત ઇન્ટરનેશનલ સિંગર એડ શીરનનું હોઈ શકે છે. એડ શીરને થોડા સમય પહેલાં અરિજીત સિંહ સાથે 'સફાયર' ગીત ગાયું હતું. ક્લાઇમેક્સનો ભાગ પણ કેપ ટાઉનમાં શૂટ કરાશે શાહરુખને ત્યાં એકલો શૂટિંગ કરતો પણ સ્પોટ થયો હતો. એક સીનમાં તે કાર ચલાવતો જોવા મળી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનો એક મોટો ક્લાઇમેક્સ ભાગ પણ કેપ ટાઉનમાં જ શૂટ કરવાનો છે. બોક્સ ઓફિસ પર હોલિવૂડ સાથે મુકાબલો ફિલ્મ 'કિંગ' 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ 2026ની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. તેની રિલીઝના બરાબર એક અઠવાડિયા પહેલા હોલિવૂડની મોટી ફિલ્મો 'એવેન્જર્સ: ડૂમ્સડે' (Avengers: Doomsday) અને 'ડ્યુન: પાર્ટ થ્રી' (Dune: Part Three) રિલીઝ થઈ રહી છે. સાથે જ 'જુમાંજી 3' પણ આ જ સમયગાળા દરમિયાન આવવાની છે. આવા સંજોગોમાં બોક્સ ઓફિસ પર એક ખૂબ મોટો મુકાબલો જોવા મળી શકે છે. , 'કિંગ'ની શૂટિંગ સંબંધિત આ સમાચાર પણ વાંચો- પ્રેગ્નન્સીમાં પણ દીપિકા પાદુકોણનું જોરદાર એક્શન!:સાઉથ આફ્રિકાની શેરીઓમાં ભરતડકામાં શાહરુખ સાથે શૂટિંગ કરતી દેખાઈ, ‘કિંગ’ના સેટ પરથી ફોટો લીક બોલિવૂડની ‘લેડી સિંઘમ’ અને ગ્લોબલ આઈકોન દીપિકા પાદુકોણ તેના ડેડિકેશન માટે જાણીતી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. દીપિકા પ્રેગ્નન્ટ હોવા છતાં શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે સાઉથ આફ્રિકાના ધગધગતા તડકામાં એક્શન સીનનું શૂટિંગ કરતી જોવા મળી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    લોન સેટલમેન્ટના ખોટા વચનો પર RBIની ચેતવણી:ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી બચો; જો તમે છેતરાઈને ફી ચૂકવશો તો મોટું નુકસાન થશે
    Next Article
    રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી:દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment