Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારી વધી, હવે લોન લેવી અને ચૂકવવી પણ મોંઘી:RBIની ચેતવણી- હજુ ભાવ વધશે; તહેવારોની સીઝનમાં ખરીદી ઘટવાની આશંકા

    2 days ago

    મોંઘવારી હજુ વધવાની છે, એ તો નક્કી છે. સાથે જ બેંકો પાસેથી લોન લેવી પણ મોંઘી થવાની છે. આ વાતો રિઝર્વ બેંક એટલે કે RBIની છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને RBIએ રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કરી દીધો છે. ફેબ્રુઆરી 2023 એટલે કે લગભગ 4 વર્ષ બાદ રેપો રેટ વધારવો પડ્યો છે. આ વખતે આ વધારો તહેવારોની મોસમના બરાબર પહેલાં થયો છે, જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. આ રેપો રેટ શું હોય છે? આ એ વ્યાજદર છે જેના પર બેંક RBI પાસેથી લોન લે છે. ફોર્મ્યુલા એ છે કે જો રિઝર્વ બેંક બેંકોને મોંઘી લોન આપશે તો બેંકો પણ લોકોને મોંઘી લોન આપશે, જેના કારણે લોકો ઓછી લોન લેશે અને ખર્ચ પણ ઓછો કરશે. ખર્ચ ઓછો કરશે તો મોંઘવારી કાબૂમાં રહેશે. રિઝર્વ બેંકનું કહેવું છે કે આ વર્ષે મોંઘવારી દર 5.0%થી વધીને 5.2% થઈ શકે છે. હા, એક સારી વાત પણ કહેવામાં આવી છે કે આ વર્ષે GDP એટલે કે વિકાસદર 7.1% રહી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 7 ઓક્ટોબરે નવા વ્યાજદરોની જાણકારી આપી. સાથે એ પણ કહ્યું છે કે આગામી કેટલાક મહિનાઓમાં રેપો રેટ વધી તો શકે છે, પરંતુ ઘટશે નહીં. હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાનો માર્ગ બંધ RBIએ પોતાનું વલણ બદલીને ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ કરી દીધું છે. એટલે કે, હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આવનારી બેઠકોમાં રિઝર્વ બેંક કાં તો દરોને જેમ છે તેમ જ રાખશે, અથવા જરૂર પડ્યે તેમાં વધુ વધારો કરી શકે છે. રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રાનું કહેવું છે કે 0.25%નો આ વધારો તો અપેક્ષા મુજબ જ હતો, પરંતુ અસલી વાત નીતિમાં થયેલો ફેરફાર છે. આથી સ્પષ્ટ થાય છે કે રિઝર્વ બેંક માટે હવે સૌથી પ્રથમ કામ મોંઘવારી પર કાબૂ મેળવવાનું છે. કોટક મહિન્દ્રા બેંકનાં ચીફ ઇકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજનું માનવું છે કે આવનારા સમયમાં વ્યાજદરોમાં 0.25થી 0.50%નો વધુ વધારો થઈ શકે છે. ડિબીએસ બેંકનાં સિનિયર ઇકોનોમિસ્ટ રાધિકા રાવનું કહેવું છે કે રિઝર્વ બેંકનું આ પગલું દર્શાવે છે કે તે મોંઘવારીના જોખમને સમયસર જ સંપૂર્ણપણે દબાવી દેવા માંગે છે, જેથી આગળ જઈને તે અર્થતંત્ર માટે મોટી મુશ્કેલી ન બને. 2026-2027માં GDP વૃદ્ધિ 7.1% રહેવાનો અંદાજ રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરનો અંદાજ 6.7%થી વધારીને 7.1% કર્યો છે. તેમાં બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) વૃદ્ધિ 7.2% અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં (Q3) વૃદ્ધિ 6.9% રહેવાની અપેક્ષા છે. ચોથા ત્રિમાસિક ગાળાનો અંદાજ 6.8% પર યથાવત રાખવામાં આવ્યો છે. હવે 4 સવાલોના જવાબથી જાણો રેપો રેટ સાથે જોડાયેલી જરૂરી વાતો સવાલ 1: રેપો રેટ શું હોય છે? જવાબ: રેપો રેટ તે વ્યાજ દર છે, જેના પર RBI બેંકોને ટૂંકા સમય માટે ધિરાણ આપે છે. આ દરના આધારે બેંકો પોતાની લોનના વ્યાજ દર નક્કી કરે છે. RBIની મોનિટરી પોલિસી કમિટી, એટલે કે MPC, દર બે મહિને તેની સમીક્ષા કરે છે. સવાલ 2: RBIએ રેપો રેટ 0.25% કેમ વધાર્યો? જવાબ: મોંઘવારી પર કાબૂ મેળવવા અને બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે RBIએ રેપો રેટ વધાર્યો છે. રેપો રેટ વધવાથી બેંકો માટે ધિરાણ મોંઘું થઈ જાય છે અને તેની અસર ગ્રાહકોની લોન પર પડી શકે છે. મોંઘી લોનને કારણે લોકો ઘર, કાર અથવા વ્યવસાય માટે ઓછું ધિરાણ લે છે અને ખર્ચ ઘટી શકે છે. તેનાથી બજારમાં માગ ઓછી થાય છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળે છે. સવાલ 3: રેપો રેટ વધવાથી સામાન્ય લોકો પર શું અસર થશે? જવાબ: હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થઈ શકે છે. EMI વધી શકે છે અને અગાઉથી ચાલી રહેલી કેટલીક લોન પર પણ વ્યાજ વધવાની અસર પડી શકે છે. બીજી તરફ, બેંકો FD અને અન્ય થાપણ યોજનાઓ પર વ્યાજ વધારી શકે છે. સવાલ 4: આગળ રેપો રેટ ક્યારે ઘટી શકે? જવાબ: જો મોંઘવારી સતત નિયંત્રણમાં રહે અને આર્થિક પરિસ્થિતિ તેની મંજૂરી આપે, તો RBI આગળ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. RBI દરેક બેઠકમાં મોંઘવારી, આર્થિક વિકાસ અને સ્થાનિક-વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજ દર અંગે નિર્ણય કરે છે. 2026માં 3 બેઠકો દરમિયાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નહોતો 2026માં અત્યાર સુધી RBIની 3 બેઠકો યોજાઈ ચૂકી છે. એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં યોજાયેલી ત્રણેય બેઠકોમાં રેપો રેટ 5.25% પર જ યથાવત્ રાખવામાં આવ્યો હતો. નોલેજ બોક્સ: રેપો રેટનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો 1917માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેંકો પર કરનો ભાર વધી ગયો હતો, જેના કારણે તેમના માટે ધિરાણ લેવું મોંઘું પડી રહ્યું હતું. કરથી બચવા અને બેંકોને સરળતાથી નાણાં આપવા માટે ફેડે રેપો સિસ્ટમ શરૂ કરી. સમય જતાં નિયમોમાં ફેરફાર થયો: કોણ લઈ શકે: શરૂઆતમાં માત્ર સભ્ય બેંકો જ તેમાં સામેલ હતી, ત્યારબાદ 1950ના દાયકામાં પ્રાથમિક ડીલરો જોડાયા અને આજે બેંકો તથા ડીલરો બંને તેમાં સામેલ છે. વ્યાજ દરો: શરૂઆતમાં તે નિશ્ચિત ડિસ્કાઉન્ટ દર પર આધારિત હતું, ત્યારબાદ બજારના દરો સાથે જોડાયું અને હવે અમેરિકાની FOMC સમિતિ તેને નક્કી કરે છે. જામીનગીરી: શરૂઆતમાં સરકારી અને યુદ્ધ બોન્ડ્સ ગીરવે રાખવામાં આવતા હતા, બાદમાં ટ્રેઝરી સિક્યોરિટીઝ અને 1999 પછી મોર્ગેજ સાથે જોડાયેલા બોન્ડ્સ પણ સ્વીકારવામાં આવવા લાગ્યા. આજની સ્થિતિ: 1917થી લઈને આજ સુધી રેપોનું માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તે અમેરિકન અર્થતંત્ર અને બેંકિંગ સિસ્ટમમાં નાણાંના પ્રવાહ એટલે કે લિક્વિડિટીને નિયંત્રિત કરવાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે.
    Click here to Read More
    Previous Article
    GTA 6 Will Get Xbox Cloud Gaming Support on Xbox Series S/X, but Will Not Stream on PC
    Next Article
    'ધ ઇસ્કોન બ્રિજ'નું ટીઝર ને 'ચોર નંબર 1'નું ટ્રેલર રિલીઝ:એક ફિલ્મની પેરાનોર્મલ એક્ટિવિટી દર્શકોને ડરાવશે તો બીજી ફિલ્મ પેટ પકડીને હસાવશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment