Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોંગ્રેસ કોર્પોરેટરોની પ્રી-મોન્સૂન કામગીરી માટે રજૂઆત:નગરપાલિકા મુખ્ય અધિકારીને મળી, સમયસર કામગીરીની ચીમકી

    12 hours ago

    ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસના કોર્પોરેટરોએ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આગામી ચોમાસા પૂર્વેની કામગીરી અંગે લેખિત રજૂઆત કરી હતી અને સમયસર કામગીરી ન થવા પર જવાબદારીની ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલા કોર્પોરેટરો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીશા પટેલે આ રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું હતું કે જો સમયસર પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ નહીં થાય, તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. રજૂઆતમાં ગટર અને નાળાની સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા તેમજ ડ્રેનેજ લાઈનો ક્લિયર કરવા માંગ કરાઈ હતી, જેથી જળબંબાકારની સ્થિતિ ટાળી શકાય. આ ઉપરાંત, વોર્ડના બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને રિસર્ફેસિંગ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી, કારણ કે ખાડાઓને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. GUDCના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોનો સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ હતી. જર્જરિત અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. કોર્પોરેટરોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ કામગીરી સમયસર અને અસરકારક રીતે કરવામાં નહીં આવે અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં માનવ આશ્રમથી હૈદરી ચોક સુધીના દબાણ હટાવવા ડીમાર્ગેશન શરૂ:આઇકોનિક રોડ સહિતના કામોને આગળ ધપાવવા ડે. મ્યુન. કમિશનર સહિતની ટીમ રોડ પર ઉતરી
    Next Article
    સ્કોર્પિયો કારમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગર 'ભૂરો' ઝડપાયો:તરસમિયા રોડ પરથી વિદેશી દારૂની 2,172 બોટલો સાથે 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment