Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં માનવ આશ્રમથી હૈદરી ચોક સુધીના દબાણ હટાવવા ડીમાર્ગેશન શરૂ:આઇકોનિક રોડ સહિતના કામોને આગળ ધપાવવા ડે. મ્યુન. કમિશનર સહિતની ટીમ રોડ પર ઉતરી

    13 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી બાદ ફરી એકવાર વિકાસના કામોની ગતિ આપવાના અંદાજમાં જોવા મળી રહ્યું છે. જેમાં લાંબા સમયથી ગોકળ ગાય ગતિએ મુકાયેલા આઇકોનિક રોડ સહિતના કામોને આગળ ધપાવવા ડે. મ્યુન. કમિશનર સહિતની ટિમો રોડ પર ઉતરી હતી. મનપા દ્વારા આઈકોનિક રોડના કામે નડતર રૂપ દબાણો દૂર કરવા ડીમાર્ગેશનની કામગીરી કરવામાં આવી હતી. માનવ આશ્રમથી લઈ હૈદરી ચોક તરફ જતા રોડ પર આઇકોનિક રોડની કામગીરી મહેસાણામાં હોળી બાદ ચૂંટણીનો માહોલ જામતા સરકારી કામોની ગતિ મંદ પડી હતી. જ્યારે હવે ચૂંટાયેલી પાંખ ખુરશી પર બિરાજે તે પહેલાં આ વિકાસ કામોને મનપા તંત્ર દ્વારા વેગ આપવામાં આવ્યો હતો. જેમાં શહેરના વિસનગર રોડ પર વિજતંત્રની કચેરી બાજુના રોડનું આઇકોનિક ડેવલોપમેન્ટ કરાયા બાદ સામેના રોડ પર માનવ આશ્રમથી લઈ હૈદરી ચોક તરફ જતા રોડ પર આઇકોનિક રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વધુ એક વાર સ્થળ પર જઈ માપણી કરી ડીમાર્ગેશન કરવામાં આવ્યું આ કામગીરી દરમિયાન કેટલાક શોપિંગ સેન્ટર, ધાર્મિક સ્થળ અને સોસાયટીના ગેટ સહિતના દબાણો અવરોધ રૂપ સામે આવ્યા હતાં. દબાણોના પ્રશ્નને લઈ મનપાની ટીમે અગાઉ નોટિસો આપ્યા બાદ વધુ એક વાર સ્થળ પર જઈ માપણી કરી ડીમાર્ગેશન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચથી વધુ નોંધપાત્ર દબાણો સામે આવતા દબાણકર્તાઓને 2 જ દિવસમાં દબાણો દૂર કરવા સૂચના અપાઈ હતી. તો 2 દિવસમાં દબાણ દૂર નહિ કરાય તો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર ‘શૂરવીર ઓડિટોરિયમ’નું ઉદ્ઘાટન:આસામ રાઈફલ્સના શૌર્ય ચક્ર વિજેતાના હસ્તે લોકાર્પણ, UFO દ્વારા નવી ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે
    Next Article
    ભરૂચ કોંગ્રેસ કોર્પોરેટરોની પ્રી-મોન્સૂન કામગીરી માટે રજૂઆત:નગરપાલિકા મુખ્ય અધિકારીને મળી, સમયસર કામગીરીની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment