Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કોર્પિયો કારમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગર 'ભૂરો' ઝડપાયો:તરસમિયા રોડ પરથી વિદેશી દારૂની 2,172 બોટલો સાથે 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે તરસમિયા રોડ પર આવેલી શિવસાગર સોસાયટીમાં દરોડો પાડી સ્કોર્પિયો કારમાં લવાયેલ રૂ. 3.51 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં રાજસ્થાનના સાંચોરથી દારૂનો આ જથ્થો સપ્લાય કરવા આવેલા શખ્સ સહિત સ્થાનિક બુટલેગર નિલેશ ઉર્ફે ભૂરા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ રૂ. 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘરે સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારતા દબોચાયો ભાવનગરના રીંગરોડ પર પેટ્રોલિંગ દરમિયાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શિવસાગર સોસાયટી-2 ના પ્લોટ નંબર 28 માં રહેતો નિલેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ બારોટ (ઉં.વ. 40) પોતાના ઘરે સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. વિદેશી દારૂની 2,172 બોટલો સાથે 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ રૂ. 13.56 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન રૂ. 3.00 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 2,172 બોટલો અને રૂ. 51,339ની કિંમતના બિયરના 408 ટીન મળી આવ્યા હતા. દારૂના આ જથ્થા સાથે હેરફેર માટે ઉપયોગમાં લેવાતી સ્કોર્પિયો કાર અને મોબાઈલ ફોન પણ કબજે કરીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનથી દારૂ લઈ આવીને સપ્લાય કરતાં પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, રાજસ્થાનના સાંચોર (ઉદયપુર) ખાતે રહેતા બંસી ઉર્ફે સુરેશ બિશ્નોઈએ આ દારૂ અને બિયરનો જથ્થો સ્કોર્પિયો કારમાં ભરીને અહીં સપ્લાય કર્યો હતો. હાલમાં ભરતનગર પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ફરાર આરોપી બંસી બિશ્નોઈને પકડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ કોંગ્રેસ કોર્પોરેટરોની પ્રી-મોન્સૂન કામગીરી માટે રજૂઆત:નગરપાલિકા મુખ્ય અધિકારીને મળી, સમયસર કામગીરીની ચીમકી
    Next Article
    પાલનપુરના ધંધાર્થીઓની સર્વિસ રોડ દબાણ મુદ્દે રજૂઆત:વારંવારની હેરાનગતિ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment