Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ફાયર સેફ્ટી ચેકિંગ, એક હોટલ સીલ:રિસોર્ટ આગ બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી, હાઇવે પર તપાસ

    4 days ago

    જામનગર નજીક એક રિસોર્ટમાં ગત રવિવારે લાગેલી આગની ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા (JMC) સક્રિય બની છે. મહાનગરપાલિકાએ શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ શરૂ કરી છે. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ અને અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા આજે વિશાળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અંદાજે પંદર અધિકારીઓ અને સ્ટાફની ટુકડી દ્વારા હાઇવે વિસ્તારોમાં આવેલા એકમોની તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન, ઠેબા ચોકડી નજીક આવેલી હાઇવે હોટલ-રેસ્ટોરન્ટ 'ધાબા એ જામનગરી' માં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બાંધકામની જરૂરી મંજૂરી જેવા કોઈ દસ્તાવેજો મળી આવ્યા ન હતા. નિયમોના ભંગ બદલ આ એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે હોટલ, ધાબા અથવા રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી કે બાંધકામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોય, તેવા એકમો સામે કડક કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ફાયર વિભાગના અધિકારી અનવર ગજ્જણે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તમામ વ્યાપારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ GNFC ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ:175 મહિલા કર્મચારીઓ સહભાગી, સુરક્ષા-આત્મરક્ષા પર તાલીમ
    Next Article
    વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત:ફાયરે બંને મૃતદેહોને બહાર કાઢ્યા, નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment