Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટ કસ્ટડીમાં દોઢ વર્ષના બાળકનો કબજો દાદાને મળ્યો:અપહરણ કેસમાં જેલમાં બંધ માતાપિતાના બાળકને દાદાને સોંપાયું

    8 hours ago

    પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક અપહરણ કેસમાં કોર્ટ કસ્ટડીમાં માતા સાથે રહેલા દોઢ વર્ષના બાળકનો કબજો તેના દાદાને સોંપવાનો આદેશ કર્યો છે. અસહ્ય ગરમીને કારણે બાળકના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો હતો. આ કેસ ચાણસ્મા તાલુકાના એક ગામની કિશોરીના કથિત અપહરણનો છે, જેની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે તા. 17 એપ્રિલ, 2024ના રોજ નોંધાઈ હતી. આ મામલે પાટણ જિલ્લા એસ.સી.એસ.ટી. સેલ ડીવાયએસપી કચેરીના અધિકારીઓ દ્વારા તા. 20 એપ્રિલ, 2024ના રોજ જીગર પ્રવીણભાઈ ઠાકોર અને તેમની પત્ની દિવ્યાબેન (મૂળ ભુણાવ, તા. ઉંઝા, હાલ રહે. મહેસાણા)ની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આ દંપતીને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે તા. 2 મે, 2024ના રોજ રૂ. 25,000ના જામીન પર મુક્ત કર્યા હતા. જોકે, તેમની અગાઉની કસ્ટડી દરમિયાન, તેમનું દોઢ વર્ષનું બાળક પણ માતા સાથે સબજેલમાં હતું. બાળકના દાદા પ્રવીણજી મણાજી ઠાકોર (રહે. ભુણાવ, તા. ઉંઝા)એ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં અરજી કરીને બાળકના કબજાની માંગણી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, તેમના પુત્ર અને પુત્રવધૂ ન્યાયિક કસ્ટડીમાં હોવાથી બાળક પણ કસ્ટડીમાં છે. હાલની અસહ્ય ગરમીમાં બાળકને જેલમાં રાખવાથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે અને તે બીમાર પડી શકે છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને પાટણના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ બી.કે. બારોટે તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ બાળકનો કબજો તેના દાદાને સોંપવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં વધુ એક મહિલા આરોપી અંકિતાબેન (રહે. મીઠીઘારીયાલ, તા. ચાણસ્મા)ની પણ અટકાયત કરીને તા. 4 મે, 2024ના રોજ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આઈપીસી કલમ ૩૬૩, ૫૦૬, ૩૪૩, ૧૧૪ તેમજ પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્માના એક ગામની ૧૭ વર્ષીય કિશોરીનું તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૪ના રોજ અપહરણ થયું હતું. તે ગુમ થઈ તે પહેલાં તેનો મોબાઈલ તેની માતાના હાથમાં આવતા તેમાં રહેલા જયદીપ રાવળ નામના યુવાનના ફોટાના આધારે આ કિશોરીનું અપહરણ તેણે કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ફરિયાદ તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ચાણસ્મા પોલીસ મથકે નોંધાઈ હતી અને તેની તપાસ પાટણની એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી પરેશ રેણુંકાની ટીમ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાયલ રૂમમાં યુવતી કપડાં બદલવા ગઈને દરવાજો લોક થઈ ગયો:ગભરામણથી ફસડાઈ પડીને રડવા લાગી, સુરતના સુમેરુ સીટી મોલમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બચાવી
    Next Article
    વોર્ડ 7 માં ₹10 લાખના વિકાસ કાર્યો શરૂ:નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા અણદીમા મંદિર ચોકમાં ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment