Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાયલ રૂમમાં યુવતી કપડાં બદલવા ગઈને દરવાજો લોક થઈ ગયો:ગભરામણથી ફસડાઈ પડીને રડવા લાગી, સુરતના સુમેરુ સીટી મોલમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બચાવી

    9 hours ago

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક મોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુમેરુ સીટી મોલમાં કપડાની ખરીદી કરવા ગયેલી 26 વર્ષીય યુવતી ચેન્જિંગ રૂમમાં ફસાઈ ગઈ હતી. અચાનક દરવાજો અંદરથી લોક થઈ જતાં યુવતી ગભરાઈ ગઈ હતી. આખરે ફાયર વિભાગે આવીને દરવાજો તોડી યુવતીને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ચેન્જિંગ રૂમનો લોક જામ થઈ જતાં અફરાતફરી મચી મળતી માહિતી મુજબ, મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલા સુમેરુ સીટી મોલમાં ‘રાધારાણી’ નામના કપડાના શોરૂમમાં એક 26 વર્ષીય યુવતી ગ્રાહક ખરીદી માટે આવી હતી. આ દરમિયાન તે નવા કપડાં ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. જોકે, કપડાં બદલ્યા બાદ જ્યારે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. યુવતીએ દરવાજો ખોલવા ખૂબ મહેનત કરી પરંતુ લોક જામ થઈ ગયો હોવાથી તે ખૂલ્યો નહોતો. યુવતી ગભરાઈને નીચે ફસડાઈ પડી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી બંધ રૂમમાં ફસાઈ જવાને કારણે યુવતી ભારે ગભરાઈ ગઈ હતી. લાંબો સમય સુધી દરવાજો ન ખૂલતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. શોરૂમના સ્ટાફે પણ બહારથી દરવાજો ખોલવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી નહોતી. ગભરાટ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવવાને કારણે યુવતી રૂમની અંદર જ નીચે ફસડાઈ પડી હતી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. શોરૂમમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ આ ઘટનાને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડે દરવાજો તોડી યુવતીને હેમખેમ બહાર કાઢી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર સિધ્ધાર્થ ગઢવી સહિત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ દરવાજો તોડવાનો નિર્ણય લીધો હતો. ફાયરના જવાનોએ સાધન-સામગ્રીની મદદથી દરવાજો તોડી પાડ્યો હતો અને અંદર ફસાયેલી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. યુવતીબહાર આવતા જ તેના પરિવારજનો અને શોરૂમના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, યુવતીખૂબ જ આઘાતમાં હોવાથી તેને સાંત્વના આપવામાં આવી હતી. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ અભયમે વિખેરાતો સંસાર બચાવ્યો:સાસુ-પતિએ કાઢી મૂકેલી પરણિતાને દીકરી પરત અપાવી, સિદ્ધપુરમાં જેઠાણી સહિત પરિવારજનોએ પરિણીતાને 5 લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    કોર્ટ કસ્ટડીમાં દોઢ વર્ષના બાળકનો કબજો દાદાને મળ્યો:અપહરણ કેસમાં જેલમાં બંધ માતાપિતાના બાળકને દાદાને સોંપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment