Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરકંકાસમાં હત્યા કરી પત્ની-પુત્રીની લાશને દાટી દીધી:વડનગરના ચકચારી હત્યા-આત્મહત્યા કેસમાં યુવતીના દાદાએ ફરિયાદ નોંધાવી, સોમવારે ઘરમાંથી માનવ કંકાલ મળ્યા'તા

    11 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગરના શાહપુર(વડ) ગામે બનેલા માતા-પુત્રીની હત્યાના ચકચારી બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાામં આવી છે. ગિરિશ નામના યુવકે રવિવારે વડનગર સિવિલ હોસ્પિટલ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. તેના કબજામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પોતે પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી હોવાનો અને તેને ઘરમાં જ દાટી દીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સોમવારે પોલીસે ઘરમાં ખોદકામ કરતા બે માનવકંકાલ મળી આવ્યા હતા. મૃતક યુવતીના દાદા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગિરિશ સાથે પ્રિયંકાને ઘરકામ બાબતે ઝઘડા થતા હોય હત્યાને અંજામ અપાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાર વર્ષ પહેલા ગિરિશ અને પ્રિયંકાના પ્રેમલગ્ન થયા હતા મળતી માહિતી મુજબ શાહપુરના ગીરીશ બાબુભાઈ પરમારે ચાર વર્ષ અગાઉ યોગી (રાવળ) જ્ઞાતિની પ્રિયંકાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત 18 સપ્ટેમ્બર 2025 ના રોજ ગીરીશે પત્ની પ્રિયંકા અને બે વર્ષની દીકરી પરિ ગુમ થઈ હોવાનું નાટક રચ્યું હતું.તેણે સાસરી પક્ષને એવું જણાવ્યું હતું કે પ્રિયંકા દીકરીને લઈને ક્યાંક જતી રહી છે. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં બંને ન મળી આવતા અંતે 13 એપ્રિલ 2026 ના રોજ પોલીસમાં ગુમ થયા અંગેની અરજી કરવામાં આવી હતી. સુસાઈડ નોટના આધારે સમગ્ર મામલો બહાર આવ્યો વડનગર પોલીસે તપાસ તેજ બનાવતા ગભરાયેલા ગીરીશ પરમારે ગત 3 મે 2026 ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ધાબા પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક ગીરીશના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે લખ્યું હતું કે, "મેં જ મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરિની હત્યા કરી છે અને તેમની લાશ ઘરની બાજુના રૂમમાં જમીન નીચે દાટી દીધી છે." ઘરમાં ખોદકામ કરતા બે માનવ કંકાલ મળી આવ્યા સુસાઈડ નોટના આધારે વડનગર પોલીસ અને મામલતદારની હાજરીમાં ગઈકાલે શાહપુર ખાતેના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરના છેલ્લા રૂમમાં જ્યાં નવું પ્લાસ્ટર કરેલું હતું ત્યાં ખોદકામ કરતા બે માનવ કંકાલ મળી આવ્યા હતા. પોલીસે આ કંકાલને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ઘરકંકાશમાં હત્યા કરવામાં આવી મૃતક પ્રિયંકાના દાદા રમણભાઈ અમથાભાઈ રવાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગીરીશ અને પ્રિયંકા વચ્ચે ઘરકામ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી. આ ઝઘડાની અદાવત રાખી ગીરીશે ગત 18 સપ્ટેમ્બર 2025 ના રોજ પત્ની અને પુત્રીનું ગળું ટૂંપી અથવા અન્ય કોઈ રીતે મોત નીપજાવ્યું હતું અને પુરાવાનો નાશ કરવા માટે લાશને જમીનમાં દાટી ઉપર પ્લાસ્ટર કરી દીધું હતું. વડનગર પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે અંગારક ચતુર્થી વ્રત:ગણેશજીને દૂર્વા ચઢાવો, હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો; શિવજીને લાલ ફૂલ ચઢાવો
    Next Article
    પ્રેમસંબધમાં હાઈવે બન્યો લોહિયાળ, હત્યા-અપહરણના CCTV:યુવતીના પરિવારજનોએ માર મારી યુવકને કારમાં બેસાડ્યો, વચ્ચે પડેલી માતાને કચડી નાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment