Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરનાર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ:કુબેરનગર વોર્ડમાંથી કલ્પના કોડેકર ચૂંટણી જીત્યા બાદ વિવાદ સામે આવ્યો

    8 hours ago

    અમદાવાદના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન સુરેશભાઈ નવલેકર(કોડેકર) સામે ચૂંટણી સમયે બોગસ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલ્પના કોડેકરે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવીને સાચા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં આપીને ખોટો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરના સજપુર બોઘા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલને પત્ર લખવામાં આવ્યો હતો કે ચિરાગ શાહ નામના અરજદાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારરીને અરજી આપવામાં આવી હતી કે કલ્પનાબેન સુરેશભાઈ નવલેકરનું કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ ખોટું છે જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં કલ્પનાબેન સુરેશભાઈ નવલેકર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026 ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં જોડવામાં આવતા દસ્તાવેજોમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં જીઆર નંબર અને એલ સી નંબરની તપાસ કરવામાં આવી હતી. સ્કૂલમાં આ બંને નંબરો અંગેની તપાસ કરવામાં આવી હતી અને જીઆર રજીસ્ટરની તપાસ કરવામાં આવી હતી જેમાં જી આર નંબરમાં ચાવડા હસમુખભાઈ અને એલસી માં તપાસ કરતા સોની અંકિતભાઈ નામ લખેલું હતું. કલ્પનાબેન નવલેકરનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રમાં શાળામાં દાખલ તારીખ 27 6 2088 દર્શાવી છે જ્યારે શાળાના જી આર માં આ મુજબની તારીખમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ન થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના જી આર અને એલ સી બંને નંબર અંગે રજીસ્ટરમાં તપાસ કરવામાં આવતા કલ્પનાબેન કોડેકરની કોઈપણ પ્રકારની સ્કૂલમાં નોંધ કરવામાં આવેલી નથી. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં અભ્યાસ ન કર્યો હોવા છતાં પણ સ્કૂલના નામનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવીને સાચા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026 ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં રજૂ કરી ખોટો પુરાવો રજૂ કર્યો હતો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીને જાણ કરવામાં આવતા મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, આસામમાં હેટ્રિક:તમિલનાડુમાં અભિનેતા વિજય બનશે CM; કેરળમાં કોંગ્રેસ પાછી ફરી, લેફ્ટ સરકાર હવે દેશમાં ક્યાંય નથી
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભાજપ દ્વારા વિજયની ઉજવણી:પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં બહુમતી મળતા ફટાકડા ફોડીની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment