Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈને CM ઉભા રહી ગયા:આસપાસના વિસ્તારની સ્થિતિની જાતે ચકાસણી કરી કાયમી સફાઈની સૂચના આપી, અધિકારીઓ દોડતા થઈ ગયા

    1 week ago

    આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદાના પાણીના વધામણા કરવા માટે સરદાર ડેમ કેવડિયા પહોંચ્યા હતા. અને જતાં-જતાં એમની નજર ડભોઇ નાંદોદી રસ્તાની બાજુના ગંદા વિસ્તારમાં ઉપર પડી હતી અને કાફલો રોકી દીધો હતો. સ્વચ્છતા પ્રેમી મુખ્યમંત્રીએ આ અંગે કાર્યક્રમ પૂરો કરી જાતે વિઝીટ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જેને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પરસેવો છુટી ગયો હતો. કાર્યક્રમ બાદ જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું કેવડિયા ખાતેનો કાર્યક્રમમાં પૂરો થયાં જ ડભોઇ નાંદોદી રસ્તા ખાતે મુખ્યમંત્રી પોતે સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ વિસ્તારમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય બની ચૂકેલા તળાવ અને આસપાસના વિસ્તારની સ્થિતિની જાતે ચકાસણી કરી હતી. આ મુલાકાત વખતે સંબંધિત અધિકારીઓમાં ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસ, રિજનલ મ્યુનિસિપલ કમિશ્નર સહિત વિવિધ અધિકારી કર્મચારીઓને તાત્કાલિક આ વિસ્તારની કાયમી સફાઈ કરી નવો પ્રોજેક્ટ બનાવીને સરકારમાં મોકલવા માટેની સૂચના આપી હતી. સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીની સંવેદનશીલતાની પ્રશંસા કરી આ મુલાકાત બાબતે ધારાસભ્ય શૈલેષ મેહતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દર્ભાવતી નગરીનું સૌભાગ્ય કહેવાય કે, મુખ્યમંત્રીની નજર પડી અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ સંવેદનશીલ બની અહીંયાના લોકોને ગંદકીથી દૂર કરવા નવા પ્રોજેક્ટ માટે સૂચના આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર સ્વચ્છતા જળવાશે ઉલ્લેખનીય છે કે, ડભોઇના નાંદોદી ભાગોળ ખાતે મુખ્ય રસ્તાની બાજુના જ તળાવ છે તથા બાજુમાં ગંદકીનો ઢગ સમાન વિસ્તાર છે. જે વર્ષોથી સ્થાનિકો માટે ગંદકીના સામ્રાજ્ય બન્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત અને નવા પ્રોજેક્ટના કારણે અહીંના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ જગ્યાની સફાઈ થતા સ્ટેચ્યુ જતા લોકોને રસ્તામાં ગંદકી નહિ જોવા મળે.
    Click here to Read More
    Previous Article
    108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર હુમલો:દર્દીને બચાવવા પહોંચેલા ડ્રાઇવરને દંડા વડે મારી રિક્ષાચાલક ભાગ્યો, ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો
    Next Article
    પ્રેમલગ્ન બાદ મનમેળ ન થતાં પતિએ પત્નીની હત્યા કરી:વાપીના છરવાડાની ઘટના; ડુંગરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment