Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ બનશે મેયર:ભાવનગરના નવા મેયર પદ માટે મેરેથોન, પ્રદેશમાં લોબિંગ તેજ!

    8 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે સત્તાના સર્વોચ્ચ શિખર એવા મેયર પદ માટે આંતરિક ખેંચતાણ તેજ બની છે. આગામી અઢી વર્ષ માટે મેયર પદ 'જનરલ મહિલા' માટે અનામત હોવાથી ભાજપની છાવણીમાં મહિલા નગરસેવિકાઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. શહેરના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચા છે કે, ભાવનગરના આગામી પ્રથમ નાગરિક કોણ બનશે? પરંતુ તેનાથી પણ ઉપર વહીવટી અને વિકાસની દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સ્થાન છે જે માટે પણ સંગઠન અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે ભારે ખેચતા ચાલી રહી છે. ભાવનગર કોર્પોરેશનમાં ભાજપ પાસે કુલ 44 નગરસેવકોનું સંખ્યાબળ છે. જેમાંથી 23 મહિલા નગરસેવકો છે. રોટેશન મુજબ આ ટર્મ જનરલ મહિલા અનામત હોવાથી 23 પૈકી 10 નગરસેવિકા દાવેદાર છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા સેન્સ દરમિયાન અમુક નગરસેવકોએ મેયર અને ચેરમેન પદ માટે દાવેદારી કરી છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવેદારો અત્યારે પોતાના ગોડફાધર એટલે કે, પક્ષના વરિષ્ઠ નેતાઓ અને આકાઓ મારફતે પ્રદેશ કક્ષાએ ભલામણો કરાવી રહ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદોની પસંદગીમાં આ વખતે કોનો દબદબો રહેશે, તે જોવું રસપ્રદ રહેશે. એક તરફ ભાજપનું સ્થાનિક સંગઠન પોતાના વિશ્વાસુ ચહેરાને બેસાડવા મથામણ કરી રહ્યું છે, તો બીજી તરફ સ્થાનિક મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના જૂથના સભ્યોને મહત્વનું સ્થાન અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રદેશ નિરીક્ષકોએ તમામ 44 નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો સાથે વાતચીત કરીને તેમનો અભિપ્રાય લીધો છે, જેનો રિપોર્ટ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેયર કરતા પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ચાલી રહેલી ખેંચતાણમાં વોર્ડ અને જ્ઞાતિના સમીકરણ મુજબ મેયર અને ચેરમેનના દાવેદારોની સામસામે કાપકૂપ થશે. તે ગણિત મુજબ ચોગઠા ગોઠવાઈ રહ્યા છે. હાલમાં મેયર પદ માટે વર્ષાબા પરમાર, વૈશાલીબેન કનાડિયા, હીરાબેન કુકડીયા, ભાવનાબેન ત્રિવેદી અને શીતલબેન જોષીના નામની ચર્ચા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ તેના આયોજનમાં લાગી ગયું છે. જેથી પાર્લામેન્ટરી પણ પાછી જવાની શક્યતા છે. શું જૂના જોગીઓ ફાવશે કે પછી ભાજપ કોઈ નવો અને આશ્ચર્યજનક ચહેરો સામે લાવશે? તેના પર સૌની મિટ મંડાયેલી છે. મેયર, ચેરમેન માટે પસંદગીના માપદંડો શું હશે? ભાજપ હાઈકમાન્ડ આ વખતે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગીમાં જુદા જુદા મુદ્દાઓ પર ધ્યાન આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    હવામાન વિભાગની આગાહી:શહેરમાં આજે બપોરે તાપમાન વધીને 41 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે
    Next Article
    સિટી એન્કર:લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment