Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઔરંગા નદીની જેટ્ટી પર પ્રવેશ રોકાતા ગણેશ ભક્તો મુશ્કેલીમાં:આવતીકાલે ગૌરી-ગણેશ વિસર્જન હોવાથી મંડળો મુંઝાયા, GMBએ બોર્ડ લગાવ્યું

    6 hours ago

    વલસાડમાં ઔરંગા નદીના ઓવારા પર આવેલી જેટ્ટી પર પ્રવેશ અને પ્રવૃત્તિ પર રોક લગાવી દેવાઈ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ, સુરત (GMB) દ્વારા 'જાહેર સૂચના'નું બોર્ડ લગાવીને આ મનાઈ ફરમાવવામાં આવી છે. આવતીકાલે ગૌરી-ગણેશનું વિસર્જન હોવાથી, ગણેશ ભક્તો અને આયોજક મંડળો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગણેશોત્સવના પવિત્ર તહેવાર વચ્ચે વલસાડના ગણેશ ભક્તો અને આયોજકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. GMB સુરત દ્વારા વલસાડ ઔરંગા નદીની જેટ્ટી ખાતે એક મોટું 'જાહેર સૂચના'નું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ પર લખ્યું છે કે, "વલસાડ બંદર પર આવેલી જેટ્ટી હાલમાં જર્જરિત અને અસુરક્ષિત હાલતમાં છે. તેથી, આ જેટ્ટી પર પ્રવેશ કરવો કે કોઈ પણ પ્રવૃત્તિ કરવી સખત મનાઈ છે. અહીં આગળ જવું જીવલેણ સાબિત થઈ શકે છે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. કોઈ પણ અકસ્માત કે જાનહાનિ માટે તંત્ર જવાબદાર રહેશે નહીં." દર વર્ષે ઔરંગા નદીના આ ઓવારા પર મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન થાય છે. પરંતુ આ વખતે ગૌરી-ગણેશ વિસર્જનના બરાબર સમયે જ તંત્રએ આ વિસ્તારને અસુરક્ષિત જાહેર કરી દીધો છે. આથી, આયોજકો ચિંતામાં છે કે હવે મૂર્તિ વિસર્જન ક્યાં કરવું. આ ગંભીર મામલે દિવ્ય ભાસ્કરની ટીમે વલસાડ વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો. વિસર્જન માટેના વિકલ્પો વિશે પૂછપરછ કરતા, અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તંત્રના આ મૌનથી ભક્તો અને ગણેશ મંડળોમાં દ્વિધાનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગૌરી વિસર્જનની તંત્રએ ઔરંગા નદી તટ પર તૈયારીઓ તપાસી:સિટી PI અને વહીવટી ટીમે જેટ્ટી પર જઈને સૂચનાઓ આપી
    Next Article
    Mamata Banerjee Hand-Drew Party Symbol. It's Now Tied To An Indira Gandhi Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment