Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનીજચોરો બન્યા બેફામ:લોધિકાના ચાંદલી ગામે સરકારી ખરાબામાં ખનીજચોરી, ચાર ડમ્પર બે હિટાચી પકડાયા

    11 hours ago

    રાજકોટના લોધિકા તાલુકાના ચાંદલી ગામના સરકારી ખરાબામાં ગેરકાયદે ખનન થતી હોવાની બાતમી મળતા મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાંથી ચાર ડમ્પર અને બે હિટાચી જપ્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ફરીથી ખનિજચોરીએ માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા સમયથી આકરી કાર્યવાહી કરવામાં ન આવતા તેમજ ચૂંટણી આવી જતા ખનીજચોરોને ફાવતું મળ્યું છે. ખાસ કરીને ઉનાળામાં જ્યારે નદી તળાવ સૂકાય છે એટલે તેનો લાભ લઈને ખનીજચોરી ચાલુ કરી દેવાય છે. રાજકોટના લોધિકા તાલુકાના ચાંદલી ગામે પણ આવું જ થયું છે. ત્યાં ખનીજચોરી થતા લોધિકા તાલુકા મામલતદારને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે મામલતદાર સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને સ્થળ પરથી ચાર ડમ્પર અને બે હિટાચી સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મામલતદારના જણાવ્યા અનુસાર આ અંગે ભૂસ્તરશાસ્ત્રીને રિપોર્ટ કરી દેવાયો છે હવે પછીની કાર્યવાહી તેમની કક્ષાએથી કરાશે. આ અગાઉ પણ લોધિકા તાલુકાના ચીભડા ગામમાંથી ખનીજચોરી પકડાઈ ચૂકી છે. હાલ ખેડૂતોને કાપ ઉપાડવાની મંજૂરી હોય છે પણ ખેડૂતોને કાપ નથી મળતો. ખનીજમાફિયાઓ પોતે વાહનો લઈને પહોંચી જાય છે અને કિંમતી ખનીજ કાઢીને રોડ-રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોને આપી દે છે અથવા તો ખાનગી સાઈટ કે પછી ફેક્ટરીઓમાં નાખી દેતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ:પીજીવીસીએલના એમ.ડી.ના નામે વીજકંપનીના જ જનરલ મેનેજરને વોટ્સએપ મેસેજ કરી રૂ.45.60 લાખની ઠગાઈ
    Next Article
    રાજકોટમાં બેફામ બનતા તસ્કરો:ગોકુલ સ્નેક્સની એજન્સીમાંથી 1.73 લાખ ભરેલી બેગની ઉઠાંતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment