Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ:પીજીવીસીએલના એમ.ડી.ના નામે વીજકંપનીના જ જનરલ મેનેજરને વોટ્સએપ મેસેજ કરી રૂ.45.60 લાખની ઠગાઈ

    12 hours ago

    રાજકોટમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા શખ્સે વીજકંપનીના એમ.ડી.ના નામે વોટ્સએપ એકાઉન્ટ બનાવી જનરલ મેનેજર પાસેથી રૂ.45.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં, શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઇન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ) તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર મલકાણએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.4 મેના રોજ બપોરે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. જેમાં પોતાને એમ.ડી. કેતન જોષી તરીકે ઓળખાવી “આ મારો પર્સનલ નંબર છે, કોઈને શેર ન કરશો” એવો મેસેજ મોકલાયો હતો. થોડી જ વારમાં “હું મિટિંગમાં છું” કહી કોલ ન રિસીવ કરી, બાદમાં તાત્કાલિક એક RTGS પેમેન્ટ કરવા સૂચના અપાઈ હતી. જેમાં ‘મનિષા મંડલ’ નામના ખાતામાં રૂ.45,60,904 જમા કરાવવા જણાવાયું હતું. મેસેજમાં “હમણાં જ પેમેન્ટ કરો, પછી ફોર્માલિટીઝ આપું” એવું દબાણ પણ કરાયું હતું. એમ.ડી.નો મેસેજ માનીને મલકાણે ઓફિસના SBI એકાઉન્ટમાંથી ચેક દ્વારા ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં RTGS કરી દીધું હતું. બાદમાં ફરીથી રૂ.30.60 લાખના બીજા પેમેન્ટ માટે મેસેજ આવતા શંકા જતા મલકાણે એમ.ડી.ને રૂબરૂ મળી તપાસ કરતાં હકીકત બહાર આવી કે, આવા કોઈ મેસેજ તેમણે કર્યા જ નથી. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર કોલ કરી ફરિયાદ નોંધાવી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને બેંક ટ્રાન્ઝેક્શન તથા મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. સાવધાન : ગઠિયાઓના નવા કીમિયા સાયબર ઠગો હવે ઉચ્ચ અધિકારીઓના નામે વોટ્સએપ પ્રોફાઈલ બનાવી ઠગાઈ આચરે છે. સાયબર ગઠિયાઓ તાત્કાલિક પેમેન્ટ કરાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. પોલીસ દ્વારા કોઈ પણ નાણાકીય ટ્રાન્ઝેક્શન પહેલાં વ્યક્તિગત રીતે ખાતરી કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અસામાન્ય પરિણામ:નવો ઈતિહાસ : અબ કી બાર 95.90% પરિણામ
    Next Article
    ખનીજચોરો બન્યા બેફામ:લોધિકાના ચાંદલી ગામે સરકારી ખરાબામાં ખનીજચોરી, ચાર ડમ્પર બે હિટાચી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment