Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અસામાન્ય પરિણામ:નવો ઈતિહાસ : અબ કી બાર 95.90% પરિણામ

    13 hours ago

    ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે માર્ચમાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભાવનગર જિલ્લાનું પરિણામ ગત વર્ષની તુલનામાં 0.08 ટકા વધીને વિક્રમ સર્જક 95.90 ટકા રહ્યું છે. જો કે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ 14,319 પરીક્ષાાર્થીઓ પાસ થયા હતા તે આ વખતે 1,142 વધીને 15,461 થઇ ગયા છે. ગત વર્ષે 2025માં પાસ થનારાની સંખ્યા 804 ઘટીને 14,319 થઇ ગઇ હતી. જે આ વર્ષે વધી છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ 16,717 રેગ્યુલર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને તે પૈકી 16,122 ઉમેદવારોએ પરીક્ષા આપી તેમાં 15,461 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 710 નાપાસ થયા છે. જો કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1142નો વધારો થતા યુનિ.ની કોમર્સ અને આર્ટસ કોલેજોમાં થોડો ધસારો વધશે તેવી આશા છે. આ વર્ષે 91થી 100 ટકા મેળવ્યા હોય તેવા એ-1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓની ભાવનગર જિલ્લામાં સંખ્યા 434 છે. ભાવનગર જિલ્લાનું બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 ટકાએ આંબી ગયું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના રિઝલ્ટમાં ભાવનગરનો નવમો ક્રમ રહ્યો છે. ભાવનગરમાં આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15,461 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,319 વિદ્યાર્થીઓ પાસ થયા હતા આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ પાસ થતા યુનિ.ની કોમર્સ અને આર્ટસની કોલેજમાં પ્રવેશ માટે થોડો ધસારો વધશે. યુનિ.માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કુલ 21 હજારથી વધુ બેઠકો છે અને તેમાં આ વર્ષે ભાવનગરમાં પાસ થયેલા તમામ 14,319 વિદ્યાર્થીઓ એડમિશન લઇ લે તો પણ 6600થી વધુ બેઠકો ખાલી રહી જશે. કળસારનું સૌથી વધુ 99.48%, ભાવનગર પૂર્વમાં સૌથી ઓછુ 92.92% ભાવનગરમાં ગ્રેડવાઇઝ વિદ્યાર્થીઓ જિલ્લામાં આ વખતે સામાન્ય પ્રવાહમાં પરિણામની ટકાવારી વધી, ગુણવત્તા ઘટી આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાનું પરિણામ 95.90 ટકા રહ્યું છે. જે વિક્રમ સર્જક છે. ભાવનગર જિલ્લામાં 434 તેજસ્વી છાત્રોને એ-1 ગ્રેડ આવ્યો છે જ્યારે ગત વર્ષે જિલ્લામાં 327 તેજસ્વી છાત્રોને એ-1 ગ્રેડ આવ્યો હતો. આમ, આ વર્ષે એ-1 ગ્રેડના વિદ્યાર્થીઓમાં 107 વિદ્યાર્થિઓન વધારો નોંધાયો છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15,461 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,319 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જિલ્લામાં આ વર્ષે પાસ વિદ્યાર્થીઓઓમાં 1,142નો વધારો થયો છે. જિલ્લામાં 81 ટકાથી વધુ ગુણ મેળવનાર એ-2 ગ્રેડવાળા વિદ્યાર્થીઓની ગત વર્ષે સંખ્યા 2775 હતી કે આ વખતે ઘટીને 2250 થઇ ગઇ છે. એટલે કે આ વખતે એ ટુમાં 525નો ઘટાડો થયો છે. જિલ્લામાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યામાં 525નો ઘટાડો થયો છે. જિલ્લામાં આ વખતે સામાન્ય પ્રવાહમાં પરિણામની ટકાવારી વધી પણ ગુણવત્તા ઘટી છે. ખાસ કરીને એ2 અને એ3માં વિદ્યાર્થીઓ ઘટ્યા છે તો તેની સામે પાસ ક્લાસ વાળા વિદ્યાર્થીઓમાં વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    DB REELS: 'દીદી, હું અમિત શાહ છું':દાંત ભીંસીને બંગાળની ધરતી પરથી મમતાને આપી ચેલેન્જ, રાજનીતિના ચાણક્યનો એક-એક શબ્દ સાચો પડ્યો
    Next Article
    ઠગાઈ:પીજીવીસીએલના એમ.ડી.ના નામે વીજકંપનીના જ જનરલ મેનેજરને વોટ્સએપ મેસેજ કરી રૂ.45.60 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment