Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રન:દીકરાના લગ્નની ફી ભરી ઘરે પરત ફરતા પિતાનું અકસ્માતમાં મોત

    2 days ago

    શાપરના ગોવિંદનગરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા દેવશીભાઈ વેગડા (ઉ.55)ના દીકરાના લગ્ન આગામી 9મી તારીખે સોમનાથ ખાતે લેવાયા હતા. દીકરાના લગ્નની ખુશીમાં પિતા ફી ભરવા અને કંકોતરી વહેંચવા ગયા હતા, પરંતુ પરત ફરતી વખતે જૂનાગઢના ચોકી વડાલ પાસે અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં પિતાની અર્થી ઉઠતા પરિવારમાં માતમ છવાયો છે. શાપર-વેરાવળમાં રહેતા દેવશીભાઈ ભીમાભાઈ વેગડાના દીકરાના લગ્ન સોમનાથ ખાતે સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત હતા. ગત તા.27ના રોજ તેઓ લગ્નની વિધિ અને ફી ભરવા માટે સોમનાથ ગયા હતા. ત્યાંથી પોતાનું ટૂ-વ્હિલર લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે જૂનાગઢ પાસે ચોકી વડાલ નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દેવશીભાઈ ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગત સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.દેવશીભાઇ ત્રણ ભાઇઓ અને બે બહેનોમાં ત્રીજા નંબરના હતા અને તેમને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, દેવશીભાઈ મજૂરી કરીને ઘર ચલાવતા હતા. દીકરાના લગ્ન પ્રસંગે તેઓ ખૂબ જ ઉત્સાહમાં હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને માત્ર 5 દિવસ જ બાકી હતા. પિતાનાં મોતથી પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે. હાલ જૂનાગઢ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે
    Click here to Read More
    Previous Article
    છરી વડે હુમલો કરાયો:રૈયાધારમાં જૂની અદાવતમાં પાંચ શખ્સે હુમલો કરી યુવકને છરી ઝીંકી
    Next Article
    રાજકોટએ શિક્ષણ જગતમાં પોતાનું વર્ચસ્વ કર્યું સાબિત:રાજકોટનું ધો.12 સાયન્સનું 93.36% પરિણામ, રાજ્યમાં બીજા ક્રમે, A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 1 વર્ષમાં 231% વધી 199 થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment