Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છરી વડે હુમલો કરાયો:રૈયાધારમાં જૂની અદાવતમાં પાંચ શખ્સે હુમલો કરી યુવકને છરી ઝીંકી

    2 days ago

    શહેરના રૈયાધાર ઇન્દિરાનગર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી સસરાના ઘર પાસે બેઠેલા જમાઈને પાડોશીએ “અહીં કેમ બેઠો છે’ તેમ કહી ગાળો ભાંડી છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે પથ્થરમારામાં તેની સાળીને માથામાં ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. રૈયાધાર મારવાડી વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ ખનુભાઈ સોલંકીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ઇન્દિરાનગર-3માં રહેતા તેમના સસરાના ઘરની બહાર પત્ની પ્રવિણાબેન અને સાળીઓ હિરલ, મનસ્વી અને રાધિકા સાથે બેઠા હતા. દરમિયાન પાડોશમાં રહેતા મુકેશ કયોળિયાના પત્ની ગુણવંતબેન ત્યાંથી પસાર થતા હતા અને જૂની અદાવતને લીધે ગાળો આપવા લાગ્યા હતા. વિઠ્ઠલભાઈ જ્યારે આ બાબતે સમજાવવા મુકેશના ઘરે ગયા ત્યારે મુકેશ, નીતિન અને ઉમેશ નામના શખ્સોએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે,”તારા સસરા સાથે અમારે જૂની માથાકૂટ છે, જો તું ત્યાં બેસીશ તો તારે પણ ગાળો ખાવી પડશે.’ જે કહી ત્રણેય શખ્સ અને ઉમેશના પત્ની ભાનુબેન પથ્થરો લઈને દોડી આવ્યા હતા. આરોપીઓએ બેફામ ગાળો ભાંડી પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં ભાનુબેને ફેંકેલો પથ્થર વિઠ્ઠલની સાળી હિરલને કપાળના ભાગે વાગતા તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. દરમિયાન આરોપી મુકેશે પોતાની પાસે રહેલી છરી કાઢી વિઠ્ઠલભાઈ પર હુમલો કર્યો હતો. લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વિઠ્ઠલભાઈ, તેમની સાળી હિરલબેનને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દર્દીઓને ઘર આંગણે મળશે પ્રાથમિક સારવાર:લોઠડામાં 30 લાખના ખર્ચે બનેલું આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
    Next Article
    હિટ એન્ડ રન:દીકરાના લગ્નની ફી ભરી ઘરે પરત ફરતા પિતાનું અકસ્માતમાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment