Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટએ શિક્ષણ જગતમાં પોતાનું વર્ચસ્વ કર્યું સાબિત:રાજકોટનું ધો.12 સાયન્સનું 93.36% પરિણામ, રાજ્યમાં બીજા ક્રમે, A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 1 વર્ષમાં 231% વધી 199 થઇ

    2 days ago

    શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં રાજકોટ જિલ્લાએ ફરી એકવાર શિક્ષણ જગતમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. 93.36% પરિણામ સાથે રાજકોટ રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવવામાં બીજા નંબરે રહ્યું છે. 94.85% સાથે મોરબી જિલ્લો રાજ્યમાં નંબર-1 રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 7,678 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 7,671 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને તે પૈકી 7,162 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનાર જિલ્લાઓમાં રાજકોટ રાજ્યમાં બીજા નંબરે રહ્યું છે, જ્યાં 199 વિદ્યાર્થીએ 91થી 100 ગુણની રેન્જ સાથે ‘A1’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રાજકોટમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું સ્તર વધી રહ્યું છે. જિલ્લામાં માત્ર 516 વિદ્યાર્થીને જ પરિણામ સુધારણાની જરૂર છે. એક તરફ જ્યાં રાજ્યનું પરિણામ 84.33% છે, ત્યાં રાજકોટનું 93.36 ટકા પરિણામ જિલ્લાની શિક્ષણ પ્રણાલીની મજબૂતી દર્શાવે છે. ભાસ્કર એનાલિસિસ 5 વર્ષનું પરિણામ : રાજ્ય કરતા રાજકોટનું પરિણામ 9.03% વધુ ભાસ્કર એક્સપ્લેનર 2025માં A1 ગ્રેડમાં 86 વિદ્યાર્થી, 2026માં વધીને 199 થયા! રાજકોટ ગ્રામ્યમાં 97.53% સાથે ગોંડલ, શહેરમાં 93.31% સાથે રાજકોટ વેસ્ટનું સૌથી વધુ પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ શહેરમાં બે અને ગ્રામ્યમાં 4 સહિત કુલ 6 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 97.53% સાથે રાજકોટ જિલ્લાનું ગોંડલ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. રાજકોટનું શહેરનું 90.07% પરિણામ જાહેર થયું છે જ્યારે રાજકોટ ગ્રામ્યનું પરિણામ 93.88% પરિણામ આવ્યું છે. શહેરમાં રાજકોટ સિટી (ઇસ્ટ)નું 86.83% પરિણામ જ્યારે રાજકોટ સદર (વેસ્ટ)નું 92.11% પરિણામ જાહેર કરાયું છે જ્યારે જિલ્લામાં ધોરાજી કેન્દ્રનું 95.45%, ગોંડલનું 97.53%, જેતપુરનું 90.45% અને જસદણનું 92.11% પરિણામ જાહેર કરાયું છે. ધો. 12 સાયન્સ પછી કરિયર ગાઈડ: જાણો કયા ગ્રૂપમાં છે શ્રેષ્ઠ તકો ‘એ’ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત બ્રાન્ચ ઉપરાંત હવે આધુનિક સ્પેશિયલાઈઝ્ડ કોર્સની બોલબાલા છે. જ્યારે ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે માત્ર ડોક્ટર બનવું જ નહીં, પણ અન્ય અનેક આકર્ષક ક્ષેત્રો ઉપલબ્ધ છે. A ગ્રુપ: એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં નવી ક્ષિતિજો ઇજનેરીની વિવિધ શાખાઓ : સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, કેમિકલ, ઓટોમોબાઈલ અને એરોસ્પેસ. ડિમાન્ડિંગ ‘સોફ્ટ’ બ્રાન્ચ : કમ્પ્યુટર સાયન્સ, આઈટી, આઈસીટી, સાઈબર સિક્યોરિટી, AI-ML (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ) અને ડેટા સાયન્સમાં આ વર્ષે ભારે ધસારો રહેવાની શક્યતા છે. ઊભરતું ક્ષેત્ર : સેમી કન્ડક્ટર ટેક્નોલોજીના કારણે ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓનો વ્યાપ વધશે. ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી : ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ટીસીએસ જેવી કંપનીઓમાં ડેટા સાયન્ટિસ્ટ, બિઝનેસ એનાલિસ્ટ અને સાઈબર ફોરેન્સિક એક્સપર્ટ તરીકે ઉજ્જવળ ભવિષ્ય છે. B ગ્રુપ: મેડિકલ, પેરા-મેડિકલ અને એગ્રિકલ્ચરના વિકલ્પો છે મેડિકલ પ્રવેશ (MBBS/BDS) : આ માટે NEET-UGના માર્ક્સ સૌથી મહત્ત્વના છે. મેડિકલમાં પ્રવેશ માટે ધો.12માં માત્ર પાસ હોવું જરૂરી છે, જ્યારે ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથી માટે 50% ગુણ અનિવાર્ય છે. પેરા-મેડિકલ અને અન્ય : ફિઝિયોથેરાપી, નર્સિંગ (ANM, GNM), બીએસસી, ફાર્મસી, વેટરનરી સાયન્સ અને એગ્રિકલ્ચર જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વિદેશ અભ્યાસ : વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે બાયો ટેક્નોલોજી, નર્સિંગ અને મેનેજમેન્ટ જેવા કોર્સ અત્યારે ડિમાન્ડમાં છે. બી ગ્રુપના માર્ક સાથે નર્સિંગ, બીએસસી, ફાર્મસી, નેચરોપેથી, એએનએમ, જીએનએમ સહિતના કોર્સમાં પ્રવેશ લઈ શકાય. ગરીબ દીકરીઓએ આભ આંબ્યું કિસ્સો-1: રાજકોટની બાઈસાહેબબા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જાડેજા એકતાએ ધોરણ 12 સાયન્સમાં 76.46 PR મેળવી શાળામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. દીકરીને ભણાવવા માટે પિતા રિક્ષા ચલાવે છે અને માતા રસોઈ કરવાનું છૂટક કામ કરે છે. આર્થિક મુશ્કેલી હોવા છતાં એકતાએ હિંમત હાર્યા વગર 700માંથી 493 ગુણ મેળવી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. કિસ્સો-2: સાધનોના અભાવ છતાં જો ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો સફળતા ચોક્કસ મળે છે, તેવું મોરબી રોડ પર રહેતા ભરવાડ સમાજની દીકરી ટોયટા મેઘલે સાબિત કરી બતાવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં આ દીકરીએ 79.31 PR મેળવીને પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. પરિવારમાં ચાર દીકરીઓ હોવા છતાં, માતા-પિતાએ દીકરીના ભણતર પર અતૂટ વિશ્વાસ મૂક્યો હતો. સરકારી શાળા ભણી મેઘલે સફળતા મેળવી છે. કિસ્સો-3: લક્ષ્ય ઊંચું હોય તો સફળતા જરૂર મળે છે. રાજકોટના એક સામાન્ય પરિવારની દીકરી ચારોલા ખુશીએ ધોરણ 12 સાયન્સમાં પોતાની મહેનતનો પરિચય આપતા 77.10 PR હાંસલ કર્યા છે. ખુશીએ કુલ 700માંથી 496 ગુણ મેળવી શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ કોઈપણ પ્રકારના વિચલન વગર માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ખુશીએ આ સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    હિટ એન્ડ રન:દીકરાના લગ્નની ફી ભરી ઘરે પરત ફરતા પિતાનું અકસ્માતમાં મોત
    Next Article
    રોગચાળાની દહેશત:રાજકોટમાં ગરમીનો પ્રકોપ, ઝાડા-ઊલટીના કેસ સપ્તાહમાં બમણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment