Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોગચાળાની દહેશત:રાજકોટમાં ગરમીનો પ્રકોપ, ઝાડા-ઊલટીના કેસ સપ્તાહમાં બમણા

    2 days ago

    મનપાના આરોગ્ય તંત્રએ ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરતા એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે તથા ડેન્ગ્યુનો એક અને તાવના 19 કેસ નોંધાયા હતા. રાજકોટ મનપાના આરોગ્ય તંત્રએ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગને નિયંત્રિત કરવા એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 44111 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી તથા ફિલ્ડવર્કરો દ્વારા 203 ઘરમાં ફોગિંગ કામગીરી અને મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી કામગીરી કરવામાં આવી છે. સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગિંગ કામગીરી હેઠળ આવરી ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામીને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 823 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, પાર્ટી પ્લોટ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)માં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 280 અને કોમર્શિયલ 34 આસામીને નોટિસ અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટએ શિક્ષણ જગતમાં પોતાનું વર્ચસ્વ કર્યું સાબિત:રાજકોટનું ધો.12 સાયન્સનું 93.36% પરિણામ, રાજ્યમાં બીજા ક્રમે, A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 1 વર્ષમાં 231% વધી 199 થઇ
    Next Article
    17 કરોડના ખર્ચે 3 ઓવરબ્રિજનું થશે નિર્માણ:બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ ફૂટ ઓવરબ્રિજ 7 માસ પછી તૈયાર થઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment