Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં રઝળપાટ:માલપુરની વડલાવાળી ફળીમાં પૂરતું પાણી ન આવતાં સ્થાનિકોમાં કકળાટ

    11 hours ago

    માલપુર નગરની વડલા વાળી ફળીમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતું પાણી ન મળતાં ગૃહિણીઓને પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક રહીશોએ પાણીનો પૂરતો પુરવઠો મળે તે માટે ગ્રામ પંચાયત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં પૂરતું પાણી ન મળતાં નીકળ્યો છે. વડલાવાળી ફળીના રહીશોએ જણાવ્યું હતું કે એક વર્ષ ઉપરાંતના સમયથી આ વિસ્તારમાં પીવાના પાણી અને ઘર વપરાશના પાણીની ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે. પરિણામે ઉનાળાની ગરમીમાં રહીશોને પીવાના અને વપરાશના પૂરતા પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પંચાયત સત્તાવાળાઓ દ્વારા સમય પત્રક મુજબ પાણીનો પુરવઠો આપવામાં ન અનિયમિતતાના કારણે સ્થાનિકોના દૈનિક જીવન ઉપર પણ માઠી અસર પડી રહી છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ ન કરાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ લૂંટ્યા હતા‎:ખેરોજ પંથકના કોટડા ગઢીમાં વેપારીને લૂંટનાર સગીર અને કાકાનો દીકરો ઝબ્બે
    Next Article
    ટાઈ પડવાની સંભાવના:કોંગ્રેસની 11 બેઠકો ધરાવતી મેઘરજ તાલુકા પંચાયતમાં શાસન માટે ભાજપના દાવ પેચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment