Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઇલ લૂંટ્યા હતા‎:ખેરોજ પંથકના કોટડા ગઢીમાં વેપારીને લૂંટનાર સગીર અને કાકાનો દીકરો ઝબ્બે

    10 hours ago

    ખેરોજ પંથકના કોટડાગઢીમાં નદીના પુલ પાસે ધોળા દિવસે પાલનપુરના મોબાઈલના વેપારી પાસેથી બે શખ્સોએ કુલ 50,466ના 12 મોબાઈલની કરેલ લૂંટ મામલે એલસીબીએ સગીર સહિત બેની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો. બનાસકાંઠાના ઈકબાલગઢમાં રહેતા અને પાલનપુરમાં પ્રકાશ મોબાઈલ નામે દુકાન ધરાવતા 67 વર્ષીય મૂળશંકર રાજાજી રાવલ ગત 10 એપ્રિલના રોજ દિલ્હીથી લાવેલા સેકન્ડ હેન્ડ મોબાઈલ વેચવા કોટડા વિસ્તારમાં આવ્યા હતા. દિવસ દરમિયાન વિવિધ દુકાનોમાં મોબાઈલનું વેચાણ કર્યા બાદ બપોરે આશરે 3:00 વાગ્યાના સુમારે તેઓ પગપાળા કોટડા છાવણીથી કોટડાગઢી નદીના પુલ પાસે પહોંચ્યા હતા. ​તે સમયે 20 થી 25 વર્ષની વયના બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને મોબાઈલ ભરેલી બેગ ખેંચતા વેપારીએ પ્રતિકાર કરતાં બંને શખ્સોએ જબરદસ્તીથી બેગ ઝૂંટવી નદીના પથરાળ તેમજ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ભાગી છૂટ્યા હતા. ​એલસીબી પીઆઈ ડી.સી. સાકરીયાએ જણાવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી કોટડા સુબરી ગામના જયંતી અને તેના કાકાના સગીર દીકરાને ખેરોજ લાંબડીયા રોડ પરથી બાઈક સાથે ઝડપી લઈ પૂછપરછને અંતે ગુનાની કબૂલાત કરતાં 11 મોબાઈલ રિકવર કરી જયંતિલાલ ધનાલાલ તેસરારામ ખેર (રહે. ઉપલી સુબરી દીતા ખાદરા ફલા તા. કોટડા ઉદેપુર) અને તેના કાકાના સગીર દીકરા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને પકડી લીધો હતો
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:શાળા ચેકિંગમાં ઘટસ્ફોટ: કેન્સરના 20, થેલિસિમિયાના 20 અને 218 બાળકોને ડાયાબિટીસના લક્ષણો દેખાયા
    Next Article
    સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં રઝળપાટ:માલપુરની વડલાવાળી ફળીમાં પૂરતું પાણી ન આવતાં સ્થાનિકોમાં કકળાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment