Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:શાળા ચેકિંગમાં ઘટસ્ફોટ: કેન્સરના 20, થેલિસિમિયાના 20 અને 218 બાળકોને ડાયાબિટીસના લક્ષણો દેખાયા

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત કુલ 16 આર.બી.એસ.કે. ટીમ કાર્યરત છે આ ટીમે એક વર્ષ દરમિયાન 0થી 18 વર્ષના સરકારી અને પ્રાઇવેટ શાળાએ જતા તથા તમામ આંગણવાડીના તથા શાળાએ ન જતા હોય તેવા 326572 બાળકોની ફોર ડી મુજબ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેનો રિપોર્ટ આવતા કેન્સર, થેલિસિમિયા, હૃદયરોગ, ડાયાબિટીસ સહિતના ગંભીર રોગના લક્ષણો ધરાવતા બાળકોની મોટી સંખ્યા જોવા મળતા, તંત્રએ જરૂરિયાત મુજબની સારવાર અને બાળકોના વાલીઓને માહિતગાર કરવામાં કર્યા હતા. મનપાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વિકાનીએ જણાવ્યું કે, વર્ષ દરમિયાન શહેરની તમામ પ્રાઇવેટ, સરકારી શાળાઓ અને આંગણવાડીમાં હેલ્થ ચકાસણી કરવામાં આવે છે જેમાં ગંભીર રોગના લક્ષણો ધરાવતા તમામ બાળકોને જરૂરિયાત મુજબની અદ્યતન સારવાર આપી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી નિયમિત ચકાસણી કરવામાં આવે છે તેમજ તેમના વાલીઓને રોગના લક્ષણ અંગે માહિતી આપી તમામ પ્રકારની મદદની ખાતરી આપવામાં આવે છે. જન્મજાત ખામી પોષણની ઊણપ ગંભીર રોગવાળા બાળકો કુપોષણ બાળકોમાં સતત વધારો તંત્રએ જાહેર કરેલ આંકડા જોતા બાળકોમાં વિટામિન એ.ડી., સ્થૂળતા, એનિમિયા, વિટામિન બી કોમ્પ્લેક્સની ઊણપ અને દુબળાપણું જોવા મળ્યું છે. એક વર્ષમાં આ પ્રકારના 29286 બાળકો પોષણને લગતી બીમારી ધરાવતા જોવા મળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બંગાળમાં મોદી-શાહની આંધી:'મિશન મમતા' આ રીતે પાર પડ્યું, 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સ રંગ લાવ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ
    Next Article
    મોબાઇલ લૂંટ્યા હતા‎:ખેરોજ પંથકના કોટડા ગઢીમાં વેપારીને લૂંટનાર સગીર અને કાકાનો દીકરો ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment