Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની ન.વ.ગુસર શાળામાં 11 નવા ઓરડાનું લોકાર્પણ:“સમરસ વિદ્યાસેતુ અભિયાન” હેઠળ શિક્ષણ સુવિધાઓ મજબૂત કરાઈ

    1 day ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સ્થિત ન.વ.ગુસર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સવલતો મજબૂત કરવાના હેતુથી “સમરસ વિદ્યાસેતુ અભિયાન” અંતર્ગત રૂ. 11 નવનિર્મિત ઓરડાઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. રાજ્યકક્ષાના મંત્રી અને પદાધિકારીઓની ઉપસ્થિતિ આ લોકાર્પણ સમારોહમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ શાળા પરિવાર પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ગ્રામ્ય શિક્ષણમાં માળખાકીય સુવિધાઓને વેગ મળશે આ 11 નવા વર્ગખંડો ઉપલબ્ધ થવાથી શાળાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસલક્ષી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે અને ભૌતિક સુવિધાઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણનું મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પદાધિકારીઓએ પ્રશ્નો છુપાવ્યા કોંગ્રેસે જાહેર કર્યા!:મનપામાં આગામી જનરલ બોર્ડમાં આજી નદી સફાઈ, ડહોળા પાણી અને ખાડાનાં પ્રશ્ને વિપક્ષ તંત્રને ઘેરશે
    Next Article
    સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'ઘર ઘર તિરંગા' રેલી યોજી:NCC, સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment