Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદાધિકારીઓએ પ્રશ્નો છુપાવ્યા કોંગ્રેસે જાહેર કર્યા!:મનપામાં આગામી જનરલ બોર્ડમાં આજી નદી સફાઈ, ડહોળા પાણી અને ખાડાનાં પ્રશ્ને વિપક્ષ તંત્રને ઘેરશે

    1 day ago

    રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠક આગામી તા. 20ઓગષ્ટે યોજાનાર છે. આ બેકઠમાં ભાજપના 11 કોર્પોરેટરોએ 24 અને કોંગ્રેસના 7 કોર્પોરેટરોએ 18 પ્રશ્રો પુછ્યા છે ત્યારે કુલ 42 પ્રશ્નોની ચર્ચા થશે. જેમાં ખાડા, ડહોળા પાણી અને આજી નદીની સફાઈના મુદ્દે કોંગ્રેસ શાસકો અને અધિકારીઓને ઘેરશે. પદાધિકારીઓ દ્વારા અગાઉ પ્રશ્નો જાહેર કરી દેવામાં આવતા હતા, જોકે હવે નવી વ્યવસ્થાનાં બહાને પ્રશ્નો જાહેર કરવાનું બંધ કરાયું છે. છતાં કોંગ્રેસ દ્વારા પ્રજાના જે પ્રશ્નોની ચર્ચા થવાની છે તેની પ્રજાને જાણ હોવી જોઈએ તેવો અભિગમ રાખી કોંગ્રેસના તમામ 7 કોર્પોરેટરોએ પૂછેલા 18 પ્રશ્નો જાહેર કરવામાં આવ્યા છે. RRLનાં મેનેજરને પુછાયેલા પ્રશ્ન સહિત 3 પ્રશ્નો પહેલા ક્રમે આગામી જનરલ બોર્ડમાં વોર્ડ નં.5ના કોર્પોરેટર સંજય ચાવડાનો સિટી બસ સેવા સંબંધિત RRLનાં મેનેજરને પુછાયેલા પ્રશ્ન સહિત 3 પ્રશ્નો પહેલા ક્રમે છે. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીના ત્રણ પ્રશ્નો ફરીથી બીજા ક્રમે છે. કોગ્રેસના વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીએ આજી રીવર ફ્રન્ટ, ટીપી શાખા અને આરોગ્ય વિભાગ સંબંધિત પ્રશ્નો ર્ક્યા છે. તેમજ આજી નદીમાંથી ગાંડીવેલ કાઢવા બાબત શું કાર્યવાહી કરી છે. વર્ષ 2012થી આજે રિવર ફ્રન્ટ જાહેર કર્યા ત્યારથી આજ દિન સુધી મહાનગરપાલિકા દ્વારા કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે તેમજ શું કામગીરી કરવામાં આવી છે શું ખરીદી કરવામાં આવી છે, જે ખરીદી કરવામાં આવેલા હોય એ સાધનોને યાદી અને હાલ સ્થિતિની વિગતો માંગી છે. છ માસની તમામ શાખાની કામગીરીની વિગતો માગી આ સિવાય તેઓએ મહાનગરપાલિકાની છ માસની તમામ શાખાની કામગીરીની વિગતો અને 1થી18 વોર્ડમાં રાત્રિના સમયે અનેક નાના મોટા રોડમાં કોમ્પ્રેસર મશીન, રોડ સ્વીપર મશીન અથવા સ્ટ્રીટ સ્વીપર દ્વારા રોડને સફાઈ કરવામાં આવે છે તો તે કોન્ટ્રાક્ટ કઈ તારીખથી કઈ તારીખ સુધી કેટલા સમય માટે કોઈ કંપની અથવા એજન્સીને રાજકોટના કેટલા અને કયાં કયાં રોડ માટે આપવામાં આવ્યો છે ? તેની રોડનાં નામ સાથે સંપૂર્ણ વિગતો આપવા અને રાજકોટમાં કેટલા કમ્પ્રેસર વાહનો છે અને રાત્રે કયા સમયથી કેટલા સમય સુધીમાં રોડ સાફ કરવાના હોય તેની સંપૂર્ણ વિગત માગી છે. છેલ્લા બે મહિનામાં પાણીજન્ય રોગના કેટલા કેસ નોંધાયા આ પછી વોર્ડ નં.5ના રસિલાબેન સાકરીયાએ ત્રણેય ઝોનના સિટી એન્જિનિયરો સંબંધિત કામગીરીની વિગતો માંગી છે. વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર સુધાબા વાઘેલાએ રાજકોટમાં છેલ્લા બે મહિનામાં પાણીજન્ય રોગના કેટલા કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં વરસાદી સિઝનના કારણે કેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે કેટલા રસ્તાઓનો ડામર ઉખડી ગયો છે અને ફરી રીપેર કરવા માટે કેટલો ખર્ચ થશે એના અંદાજિત આંકડાઓ જાહેર કરવા સંબંધિત પ્રશ્ન ર્ક્યો છે. દરેક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા આ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર મનિષાબેન રોજાસરાએ મહાનગરપાલિકામાં ઝેરોક્ષ માટે કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે તે એજન્સીને એક ઝેરોક્ષ કોપીના કેટલા રૂપિયા કોર્પોરેશન ચૂકવી રહી છે. એજન્સી પાસે કેટલા વર્ષોથી ઝેરોક્ષ કોપી કાઢવાનો કોન્ટ્રાક્ટ છે અને કેટલા વર્ષ માટે છે? મહાનગરપાલિકામાં જુદા-જુદા કેટલા વિભાગો છે અને દરેક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં દરેક વિભાગોમાં વર્ષે કેટલી કોપી ઝેરોક્ષ થાય છે અને બિલ સહિત એજન્સીને ચૂકવેલા નાણા સહિતનો હિસાબ માંગ્યો છે. દરેક વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝેરોક્ષની નકલોની માહિતી માંગી છે. ઉપરાંત હાલ કેટલી સીટી બસ કાર્યશીલ છે કઈ કઈ પ્રકારની તેમાં કેટલા ડ્રાઈવરો વીમા લાઇસન્સ પીયુસી સહિતની તમામ વિગતો માંગી છે. વોર્ડ નં.8ના કોર્પોરેટર પ્રવિણભાઇ સેગલીયા દ્વારા વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત ત્રણેય ઝોનની વિગતો માગી છે. વોર્ડ નં.16ના દિપ્તીબેન સોલંકીએ વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત વિગતો માગી છે. તેમજ વોર્ડ નં.16ના રસિલાબેન ગેરૈયાએ સ્માર્ટ સિટી, સોલિડ વેસ્ટ, પાર્કસ એન્ડ ગાર્ડન, ઇબ્રાહિમભાઇ સોરાએ ટાઉન પ્લાનિંગગ અને ઇસ્ટઝોન સંબંધિત પ્રશ્ર્નો કર્યા છે. આ સિવાય વોર્ડ નં.16ના કોંગ્રેસના અર્જુનભાઇ સોરાએ ટીપી શાખા, જન કલ્યાણ યોજના, ડસ્ટબીન વિતરણ, વોર્ડ નં.8ના કિરણબેન માંકડિયાએ વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત પ્રશ્ર્ન ર્ક્યો છે. ક્યાં કોર્પોરેટરે કેટલાં પ્રશ્નો પુછ્યા?
    Click here to Read More
    Previous Article
    બિહારથી ચોથી ખેપ મારી હોવાનું આવ્યું સામે:રાજકોટ SOGએ 9.900 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી રીસીવરની શોધખોળ હાથ ધરી
    Next Article
    ગોધરાની ન.વ.ગુસર શાળામાં 11 નવા ઓરડાનું લોકાર્પણ:“સમરસ વિદ્યાસેતુ અભિયાન” હેઠળ શિક્ષણ સુવિધાઓ મજબૂત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment