Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'ઘર ઘર તિરંગા' રેલી યોજી:NCC, સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓ પણ જોડાયા

    1 day ago

    જામનગરમાં 13 ઓગસ્ટ, 2026ના રોજ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 'ઘર ઘર તિરંગા' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ રેલીમાં શાળાના NCC, સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો. રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.શાળા પરિવારે વિદ્યાર્થીઓની આ રાષ્ટ્રપ્રેમી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક નાગરિકને 'હર ઘર તિરંગા' અભિયાન સાથે જોડાઈને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરાની ન.વ.ગુસર શાળામાં 11 નવા ઓરડાનું લોકાર્પણ:“સમરસ વિદ્યાસેતુ અભિયાન” હેઠળ શિક્ષણ સુવિધાઓ મજબૂત કરાઈ
    Next Article
    કલાકારોનો ચાર્જ એક વર્ષમાં જ 5000થી વધી 1 લાખ થયો:ગીતા રબારી-મૈથિલી બાદ અન્ય કલાકારોને પણ છૂટા હાથે લ્હાણી કરી, જૂનાગઢ શિવરાત્રીના મેળામાં સરકારની કલાકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment