Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલાકારોનો ચાર્જ એક વર્ષમાં જ 5000થી વધી 1 લાખ થયો:ગીતા રબારી-મૈથિલી બાદ અન્ય કલાકારોને પણ છૂટા હાથે લ્હાણી કરી, જૂનાગઢ શિવરાત્રીના મેળામાં સરકારની કલાકારી

    1 day ago

    જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા શિવરાત્રિ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ સરકારે કરેલા લખલૂંટ ખર્ચને લઈ વિવાદ વકર્યો છે. 2025માં આયોજીત મેળામાં કાર્યક્રમ આપનારા જે કલાકારોને માત્ર 5,000 રૂપિયા મળ્યા હતા તે જ કલાકારોને 2026માં 1-1 લાખ રૂપિયાની લ્હાણી કરવામાં આવી.2025માં કલાકારો પાછળ 7 લાખનો ખર્ચ થયો હતો તેની સામે 2026માં 1 કરોડનો પાર પહોંચી ગયો. આ વધારાને લઈ જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો કમિટીએ અને વડી કચેરીએ નક્કી કર્યાનો જવાબ આપી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો. આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી. 2026માં કરાયેલા આડેધડ ખર્ચનો વિવાદ સામે આવતા ઉતારા મંડળના પ્રમુખે કહ્યું કે, ગિરનારનો પૈસો કોઈને પચતો નથી. સરકાર આ બાબતે શ્વેતપત્ર જાહેર કરે. 2025માં કલાકારો પાછળ 7 લાખનો ખર્ચ, 2026માં 1 કરોડને પાર વર્ષ 2025માં જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો પાછળ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે વર્ષ 2026માં 1 કરોડનો પાર પહોંચી ગયો. 2026માં સૌથી મોટી 24,00,000 રૂપિયાની ચૂકવણી ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને કરવામાં આવી. જ્યારે જે અઘોરી ગ્રુપને 2025માં 1.50 લાખ ચૂકવાયા હતા તેને 2026માં 10 લાખની ચૂકવણી કરવામાં આવી. સ્થાનિક કલાકારોનો ચાર્જ એક વર્ષમાં 3 થી 20 ગણો વધી ગયો 2025 અને 2026ના શિવરાત્રિ મેળામાં કરાયેલા ખર્ચની RTI હેઠળ વિગત માગવામાં આવતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 6 કલાકારો એવા છે કે, જેઓએ 2025 અને 2026 બંને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કલાકારોને 2025માં જે રકમની ચૂકવણી કરવામાં આવી હતી તેના કરતા 3 થી 20 ગણી રકમ 2026માં ચૂકવવામાં આવી છે. ગિરનારનો પૈસા કોઈને પચતો નથી- ભાવેશ વેકરિયા જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે,ભવનાથ અને ગિરનારનો પૈસો કોઈને પચતો નથી, કારણ કે ગિરનાર એ પૈસા કમાવાનું સાધન નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર ધામ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં મસમોટો ફેરફાર જોવા મળ્યો છે અને એક જ વર્ષના ગાળામાં આટલો મોટો તફાવત હોઈ જ ન શકે. ગિરનારમાં શિવરાત્રીના મેળામાં આવતા કલાકારો મહાદેવ અને ગિરનારની આરાધના માટે આવતા હોય છે, જ્યાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન અર્પણ કરવાનું હોય છે. આ સ્થળને કમાણીનું સાધન બનાવવું એ આપણી મોટી ભૂલ છે અને તે સનાતન ધર્મની સાચી ઓળખ નથી. સરકારે તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ અને જવાબદાર લોકો સામે યોગ્ય તપાસ કરીને કડક પગલાં લેવા જોઈએ. સ્થાનિક અધિકારીએ તો કહી દીધું- 'બધુ વડી કચેરીએથી નક્કી થયું' જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ જણાવ્યું કે, વર્ષ 2026ના મિની કુંભ/મહાશિવરાત્રી મેળા દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સ્થાનિક કલાકારોની પસંદગી નિયમાનુસાર સ્થાનિક સાંસ્કૃતિક કમિટી દ્વારા જ કરવામાં આવી હતી. કમિટી દ્વારા નક્કી થયા મુજબ જ સ્થાનિક કલાકારોની ચૂકવણી નક્કી કરાઈ હતી.મોટા કલાકારોને લાખો રૂપિયાની ચૂકવણી અને તેમની પસંદગીની તમામ પ્રક્રિયા તેમની વડી કચેરીથી થઈ હતી, જેમાં સ્થાનિક કચેરીની કોઈ ભૂમિકા ન હતી. ​જીઇએમ (GEM) પોર્ટલ દ્વારા પસંદ કરાયેલી બે એજન્સીઓ અને ચૂકવણી અંગે ખુલાસો કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તે કોઈ વર્કશોપ ન હતો, પરંતુ મોટા કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ અને મહેમાનો તથા સ્થાનિક સ્તરની બેઝિક વ્યવસ્થાઓ માટે તે આયોજન કરવામાં આવ્યું હતું. વડી કચેરી તરફથી મળેલા ઓર્ડરના આધારે નિયમાનુસાર કામગીરી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'ઘર ઘર તિરંગા' રેલી યોજી:NCC, સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓ પણ જોડાયા
    Next Article
    પાટણમાં ₹37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી:અત્યાધુનિક સુવિધાઓ સાથે 2027 સુધીમાં પૂર્ણ થશે બાંધકામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment