Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:અમરેલી તારવાડીમાં ક્રિકેટ રમવા બાબતે પિતા- પુત્ર પર હુમલો કર્યો

    9 hours ago

    અમરેલીમાં બાળકોને ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે ઝગડો થતા પિતા પુત્રને માર મારી ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમરેલી તરવાડી વિસ્તારમાં રહેતા સિરાજભાઇ મન્સુરીભાઇ ભારમલ (ઉ.વ.46)એ આપેલી ફરિયાદ મુજબ અમરેલીના તારવાડી વિસ્તારમાં મહમદ ઈશા મસ્જિદ નજીક બાળકો ક્રિકેટ રમતા હતા, ત્યારે અજગર કુરબાનભાઈ કપાસીએ બાળકોને ક્રિકેટ રમવા બાબતે ના પાડતા બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન શખ્સે સિરાજભાઈના દીકરાને બેટ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ પછી તેઓ શખ્સને ઘરે ઠપકો આપવા ગયા હતા જે વાત તેને નહીં ગમતા પાવડાના હાથાથી માર મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી પોલીસે અજગર કુરબાનભાઈ કપાસી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર સિવિલમાં ઓપરેશન:સ્વાદુપિંડની પથરી અને સોજાથી પીડાતા તેનીવાડાના યુવકની 5 કલાકની જટિલ સર્જરી કરી સિવિલ હોસ્પિટલે નવજીવન આપ્યું
    Next Article
    1 મહિના સુધીની તારિખોમાં વેઈટિંગ:ગાંધીનગર-મુંબઈ વંદે ભારતમાં 20 ડબ્બા પણ ઓછા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment