Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મોહરમની નિયાઝમાં ધકામુક્કી બાદ ધીંગાણું:સોઢા ફળીમાં બાળકોની મામૂલી તકરાર બાદ પથ્થરમારો; 5 વ્યક્તિઓ લોહીલુહાણ થઈ

    22 hours ago

    જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા દરમિયાન બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામૂલી બાબતના મનદુઃખમાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી અને પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષના થઈને કુલ 5 વ્યક્તિઓને શારીરિક ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે બેડીમરીન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા એકબીજા સામે કાયદેસરની ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રસાદી વિતરણ વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ઘટનાની વિગત મુજબ, બેડી વિસ્તારમાં મોહરમના પવિત્ર અવસરે નિયાઝની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું હતું. આ સમયે પ્રસાદી લેવા માટે એકત્રિત થયેલા બાળકોમાં અંદરોઅંદર ધકામુક્કી થઈ હતી. આ સામાન્ય બાળસહજ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પરિવારોના વડીલો તેમજ અન્ય સભ્યો આ વિવાદમાં કૂદી પડ્યા હતા. પ્રથમ પક્ષની ફરિયાદ: ગેરકાયદે મંડળી રચી હુમલો અને પથ્થરમારો આ મામલે પ્રથમ પક્ષ તરફથી અનવરભાઈ સુલેમાનભાઈ સંઘારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમની દીકરીના દીકરા (નવાસા) સાથે સામા પક્ષના બાળકની ધકામુક્કી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને સામા પક્ષના તનવીર ગુલામ જેડા, ઝરીનાબેન જેડા, હુશેનાબેન જેડા, જુબીબેન જેડા, શકીનાબેન જેડા, કાદર ઈસ્માઈલ ચૌહાણ અને ગુલામ રજાક જેડા સહિતના શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો. આરોપીઓએ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી તેમજ પથ્થરમારો કરીને અનવરભાઈ અને તેમના નવાસાને ઘાયલ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રથમ ફરિયાદના આધારે બેડીમરીન પોલીસ દ્વારા ગુનો દાખલ અનવરભાઈ સંઘારની આ ફરિયાદના આધારે બેડીમરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125(A), 115(2), 118(1), 352, 351(2), 189(2), 191(2), 191(3), 190 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષની વળતી ફરિયાદ: લાકડી વડે હુમલો કર્યાનો આક્ષેપ બીજી તરફ, સામા પક્ષના ઝરીનાબેન ગુલામ રજાક જેડાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના દીકરા અને અનવર સંઘારની દીકરી વચ્ચે પ્રસાદી લેતી વખતે ધકામુક્કી થઈ હતી. આ અંગે જ્યારે તેઓ સમજાવવા માટે ગયા ત્યારે સામા પક્ષના યાસ્મીન અનવર સંઘાર, અનવર સંઘાર, ફરીદાબેન સંઘાર અને એજાજ સંઘાર ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ગાળો બોલી મારપીટ શરૂ કરી હતી અને અનવર સંઘારે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વળતી ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ ઝરીનાબેનની આ ફરિયાદના આધારે પોલીસે બીજા પક્ષના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી લીધો છે. બેડીમરીન પોલીસ દ્વારા બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓના આધારે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે આગળની ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત:વહેલી સવારથી તોફાની પવન સાથે મેઘમહેર, જલાલપોરમાં સવા ઇંચ વરસાદ
    Next Article
    ‘Virat Kohli never followed diet, loved chole-bhature’: Chef on cricketer’s transformation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment